Gujarat Exclusive > દેશ-વિદેશ > ખેડૂત આંદોલન: ટ્રેક્ટરમાં તેલ નંખાવીને રાખો, ગમે ત્યારે આવી શકે છે કોલ- રાકેશ ટિકૈત

ખેડૂત આંદોલન: ટ્રેક્ટરમાં તેલ નંખાવીને રાખો, ગમે ત્યારે આવી શકે છે કોલ- રાકેશ ટિકૈત

0
29

પાછલા 90 દિવસોથી વધારે સમય પ્રસાર થઈ ચૂક્યો છે. દેશભરમાંથી આવેલા ખેડૂતો દિલ્હીની અલગ-અલગ બોર્ડરો પર હજું પણ આસન લગાવીને બેસીને આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે, ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં ડિઝલ ફુલ કરાવીને રાખે, ગમે ત્યારે બોલાવવામાં આવી શકે છે.Rakesh Tikait

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને આગળ કહ્યું- ‘દિશા નિર્દેશ.. ગમે ત્યારે આપીએ.. બસ તમે તૈયાર રહો.. ગમે ત્યારે બોલાવી શકીએ છીએ. બસ તમે ટ્રેક્ટરમાં તેલ ભરાવીને રાખો. ગમે ત્યારે જવું પડી શકે છે. આ ખેડૂતોનો મંચ છે. રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગામના લોકો જે પ્રશ્ન કરી રહ્યાં છે તેનો જવાબ તો તમારે આપવો જોઈએ કે નહીં? ગામના લોકો તો કહી રહ્યાં છે કે, જે સરકાર કહી રહી છે તે માટે લોકો પોતાની પેન્શન છોડી રહ્યાં છે, સિલેન્ડર સબ્સિડી છોડી રહ્યાં છે. શું એમએલએ પોતાની પેન્શન છોડી દેશે? આંદોલન ચાલું જ રહેશે. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યાં છે, દિલ્હી તરફ નજરો કરીને બેસ્યા છે. બસ ટ્રેક્ટરમાં તેલ ભરાવીને ઉભા રાખો.’ Rakesh Tikait

જણાવી દઈએ કે, પાછલા દિવસોમાં હરિયાણાની એક મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, હવે 4 લાખ નહીં પરંતુ 40 લાખ ટ્રેક્ટર દિલ્હી જશે. સાથે જ તેમને કહ્યું હતુ કે, આની તારીખ સંયુક્ત ખેડૂત મોરચાના લોકો મળીને નક્કી કરશે. તે ઉપરાંત તેવું પણ કહ્યું હતુ કે, ઈન્ડિયા ગેટની જમીન પર ખેતી કરવામાં આવશે.Rakesh Tikait

આ પણ વાંચો: સાયબર યુદ્ધ માટે ચીનની તૈયારી, અનેક સંસ્થાઓ ચીની સેનાના કંટ્રોલમાં

રાકેશ ટિકૈતે કહ્યું હતુ- હવે બધા જ ખેડૂતો આ લડાઈમાં છે અને લડાઈ રાજસ્થાનથી જ લડવામાં આવશે. અહીંના લોકો ગરમીમાં પણ લડાઈ લડવાનું જાણે છે.Rakesh Tikait

આ દરમિયાન રાકેશ ટિકૈતે કહ્યું કે, હવે લાલકિલ્લાની જગ્યાએ સંસદ પર ખેડૂતોના ટ્રેક્ટર પહોંચશે. રાકેશ ટિકૈતે કહ્યું કે, લાલકિલ્લામાં અમારા લોકોને ફસાવવાનું કામ કરવામાં આવ્યું. સરકારે સરદારોને બર્બાદ કરવાનું કામ કર્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat