Gujarat Exclusive > દેશ-વિદેશ > જાણો, આ આઠ સાંસદોને બાકીના સત્ર માટે કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા?

જાણો, આ આઠ સાંસદોને બાકીના સત્ર માટે કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા?

0
169

નવી દિલ્હીઃ એક મહત્ત્વની હિલચાલમાં વિપક્ષના આઠ સાંસદોને રાજ્યસભાના (rajyasabha) સભાપતિ વેન્કૈયા નાયડુએ સસ્પેન્ડ કર્યા છે. તેઓ હવે ચોમાસુ સત્રના બાકીના દિવસોની કાર્યવાહીમાં ભાગ નહી લઈ શકે.

20મી સપ્ટેમ્બરના રોજ રાજ્યસભાની(rajyasabha) કાર્યવાહી દરમિયાન કૃષિ બિલનો અયોગ્ય રીતે વિરોધ કરવા બદલ રાજ્યસભાના સભાધ્યક્ષ વેન્કૈયા નાયડુએ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન, સંજયસિંહ, રાજીવ સતવ, કે કે રાગેશ, સૈયદ નઝી હુસૈન, ડોલા સેન, નિપુણ બોરા અને કરીમને રાજ્યસભામાં 21 સપ્ટેમ્બરથી સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે રાજ્યસભામાં મોદી સરકારનો કૃષિ સંબંધિત બિલ પાસ

ઓ બ્રાયન અને ડોલા સેન ટીએમસીના સાંસદ છે, હુસૈન, બોરા અને સાતવ કોંગ્રેસના છે, સંજયસિંહ આપના સાંસદ છે તથા રાગેશ અને કરીમ સીપીઆઇ(એમ)ના સાંસદ છે.

સાંસદોના વર્તનમાં ગરિમાનો અભાવઃ વેન્કૈયા નાયડુ

નાયડુએ આ સાંસદોની ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્યસભા(rajyasabha) માટે આ ખરાબ દિવસ છે. તેઓએ નાયબ સભાપતિ સાથે દુર્વ્યવહાર કર્યો છે. નાયબ સભાપતિ સામે રુલબુક કરવી તે કોઈ સાંસદની ગરિમાને છાજે તેવુ વર્તન નથી. કોઈપણ સાંસદ ડેપ્યુટી ચેરમેન સામે આવી કાર્યવાહી ન કરી શકે.

આ પણ વાંચોઃ કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હંગામો, ઉપ-સભાપતિનો માઇક ટૂટ્યો

તમે ગૃહમાં અવરોધ સર્જ્યો છે અને તેના લીધે સંસદની છાપ ખરડાઈ છે. શું આ સંસદીય ધારાધોરણ છે? મહેરબાની કરીને ડેરેક ઓ બ્રાયન પોતે જ વિચારે કે શું આ પ્રકારનું વર્તન તેમને શોભે છે, તેઓ મહેરબાની કરીને બહાર જાવ.

રાજનાથે પણ રાજ્યસભાના બનાવને કમનસીબ ગણાવ્યો

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી(defencfe minister) રાજનાથસિંઘે (rajnath singh) પણ રાજ્યસભાના (rajyasabha)બનાવને કમનસીબ અને શરમજનક ગણાવ્યો હતો.

રાજનાથસિંઘે જણાવ્યું હતું કે રાજ્યસભામાં જે પણ બન્યું તે ઉદાસીજનક, કમનસીબ અને શરમજનક છે. શાસક પક્ષની જવાબદારી છે કે ગૃહમાં ચર્ચા થાય પરંતુ વિપક્ષની પણ ફરજ છે કે તે ડેકોરમ જાળવે. આ પ્રકારના દરેક નિર્ણય માટે રાજકીય કારણો હોય છે. હું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી કે તેમણે આવો નિર્ણય શા માટે લીધો.

આ પણ વાંચોઃ PM Modi 2000ની નોટના પક્ષમાં નહતા, નિર્ણય બધાનો હતોઃ નૃપેન્દ્ર મિશ્ર

તેમણે નિર્દેશ કર્યો હતો કે લોકસભા અને રાજ્યસભાના (rajyasabha)ઇતિહાસમાં આવો બનાવ ક્યારે બન્યો નથી. તેમા પણ રાજ્યસભામાં આવો બનાવ બન્યો તે સૌથી મહત્ત્વની બાબત છે, જે થયું તે ગૃહના ડેકોરમથી વિરુદ્ધ છે,, એમ તેમણે ઉમેર્યુ હતુ.

સામાન્ય રીતે લોકસભામાં કોઈપણ બિલ અંગેની ચર્ચામાં વધારે ઉહાપોહ ચાલતો હોય છે, રાજ્યસભામાં આ પ્રકારની પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં તેના ડેકોરમનો ભંગ થયો હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી.