Gujarat Exclusive > રાજનીતિ > છ બેઠક માટે રાજ્યસભા પેટા ચૂંટણીની જાહેરાત, 4 ઓક્ટોબરે મતદાન

છ બેઠક માટે રાજ્યસભા પેટા ચૂંટણીની જાહેરાત, 4 ઓક્ટોબરે મતદાન

0
83

નવી દિલ્હી: ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. ખાલી પડેલી છ બેઠકો માટે ચાર ઓક્ટોબરે મતદાન કરાવવામાં આવશે. મતગણતરી પણ ચાર ઓક્ટોબરે જ થશે. ચૂંટણી પંચે પાંચ રાજ્યમાં ખાલી પડેલી છ બેઠકો માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે અને તેની માટે નોટિફિકેશન 15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ અનુસાર, મધ્ય પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રની ખાલી પડેલી એક બેઠક અને તમિલનાડુની બે બેઠકો પર 4 ઓક્ટોબરે પેટા ચૂંટણી કરાવવામાં આવશે. મધ્ય પ્રદેશ કોટામાંથી રાજ્યસભા સભ્ય થાવરચંદ ગહેલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી કરાવવામાં આવશે.બીજી તરફ આસામના રાજ્યસભા સાંસદ રહેલા વિશ્વજીત ડમરેના રાજીનામા બાદ એક બેઠક ખાલી થઇ છે તેની પર પેટા ચૂંટણી કરાવવામાં આવશે.

આ સિવાય પશ્ચિમ બંગાળ કોટાથી રાજ્યસભાના સાંસદ રહેલા માનસ રંજન ભુનિયાના મમતા સરકારમાં મંત્રી બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યસભા સભ્ય રહેલા રાજીવ સાતવના નિધન બાદ એક બેઠક ખાલી થઇ છે. સાથે જ તમિલનાડુના રાજ્યસભા સભ્ય કેપી મુનુસ્વામી અને આર વૈથીલિંગમના રાજીનામા બાદ પણ બે બેઠક ખાલી થઇ છે જેની પર ચાર ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: ઝાલોરમાં પ્રથમ વખત હાઇવે પર ઉતર્યુ IAFનું સુખોઇ Su-30 MKI અને જગુઆર

ચૂંટણી પંચ દ્વારા જાહેર પ્રેસ નોટ અનુસાર તમામ ખાલી બેઠક માટે 15 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને 27 સપ્ટેમ્બર સુધી ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પરત લઇ શકશે. 4 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યા સુધી ખાલી પડેલી બેઠકો માટે વોટિંગ થશે અને 5 વાગ્યા સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat