Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 562 રજવાડાનુંં મ્યૂઝિયમ બનાવવા થઇ કમિટીની રચના

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 562 રજવાડાનુંં મ્યૂઝિયમ બનાવવા થઇ કમિટીની રચના

0
117

PM મોદીના વચન મુજબ કેવડિયામાં રજવાડુ મ્યુઝિયમ સાકાર થશે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વડાપ્રધાન મોદીના વચન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દેશના રજવાડાઓનું મ્યુઝિયમ (Rajwada Musium)સાકાર થવા જઇ રહ્યું છે. તેના કમિટિની રચના પણ કરી દેવાઇ. જેમાં દેશભરના રાજવી પરિવારનો સભ્યોનો સમાવેશ કરાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે PM મોદીએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે અહીં 562 રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે. ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું દેશમાં વિલીનીકરણમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલેની ભૂમિકા યાદ કરી હતી.

આ પણ વાંચોઃ અમિત શાહ અમદાવાદ આવશે, રવિવારે મતદાન કરશે, મોટેરામાં મેચની મજા માણશે

સરદારની ભૂમિકા અને રજવાડી ઇતિહાસ અકબંધ કરાશે

સીએમ રુપાણીએ સરદાર પટેલે કરેલા અખંડ રાષ્ટ્રના નિર્માણ અને રજવાડાઓની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ( Rajwada Musium)નિર્માણની વાત કરી હતી.

હવે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે. એ સમિતિમાં દેશ ભરના રાજવી પરિવારના સભ્યો સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ મ્યુઝિયમની કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે કરવાની છે.

કમિટીમાં કોની કોની થઈ નિમણૂક

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝીયમ બનાવવા માટે સભ્ય તરીકે એસ.એસ.રાઠોડ (પૂર્વ અધિક મુખ્ય સચિવ અને પૂર્વ રાજપરિવાર સદસ્ય, વલાસના), માંધાતા સિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, રાજકોટ), રઘુવીરસિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, સીરોહી), દિવ્યા કુમારી (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, જયપુર), કરણી સિંઘ જસોલ (નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રષ્ટ, જોધપુર), ડો. અંગમા ઝાલા (હાવર્ડ યુનિવર્સીટીમાં ઇતિહાસના પ્રોફેસર અને પૂર્વ રાજવીપરિવારના સદસ્ય, ધ્રાગંધ્રા), ડો.પંકજ.એ.શર્મા (નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય)

આ પણ વાંચોઃ વડોદરામાં ચૂંટણી પ્રચાર બન્યો હિંસક, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે બાઝી પડ્યા

562 દેશી રજવાડાઓના મ્યુઝિયમમાં શુ હશે?

દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમ (Rajwada Musium)માં પ્રદર્શિત કરવામાં આવશે.

અત્યાધુનિક 3-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવે.

સરદાર ના પ્રબળ પુરૂષાર્થની ગાથા  મ્યૂઝિયમ ઊજાગર કરશે

કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.

આ પણ વાંચોઃ ચૂંટણીની બબાલઃ વડોદરામાં ‘ગાંધી તુહારે બંદર, સાતવ, ચાવડા, ભરત કે અંદર’ હોર્ડિંગથી વિવાદ,

આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat