Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલ તૂટી પડી, ભ્રષ્ટાચારની શંકા

તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલ તૂટી પડી, ભ્રષ્ટાચારની શંકા

1
383

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્ણયનો સ્થાનિક યુવાનોએ  વિરોધ કર્યો હતો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તત્કાલીન CM મોદીએ લાકાર્પણ કરેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Rajpipla Sports Complex)ની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી છે. તેના નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઇ રહી છે.

રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.એ સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાસાઈ થતા એમા પણ મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત

ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે 16 મી નવેમ્બર 2006 ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું શિલાન્યાય કર્યું હતું.એના 3 વર્ષ બાદ એટલે કે 14 મી ઓક્ટોબર 2009 ના રોજ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.

3 વર્ષમાંજ દિવાલ અને શેડ તૂટી પડતા ગુણવત્તા અંંગે સવાલ

Sport Complex1

Rajpipla Sports Complex Shed

3 વર્ષના સમય ગાળા દરમિયાન રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની બુમો ઉઠી હતી. જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરી હોય તેવો આક્ષેપ થયો છે.

આ પણ વાંચોઃ દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

ભ્રષ્ટાચારના જ ફળસ્વરૂપે રમત ગમત સંકુલ (Rajpipla Sports Complex)ની કમ્પાઉન્ડ વોલ 18/11/2020 ના રોજ અચાનક ધરાસાઈ થઈ હોવાનું કહેવાય છે.કમ્પાઉન્ડ વોલ સેડ સાથે સ્ટેડિયમ બનાવેલુ છે.

દિવાલ નજીક મોટે ભાગે ઘણા લોકો બેઠેલા જ હોય છે. મોટા મોટા કાર્યક્રમો થાય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો બેસેજ છે. જો કોઈ મોટા કાર્યક્રમ વખતે કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હોત તો મોટી જાનહાની થાત. તો એવા સમયે એનો જવાબદાર કોણ એ પ્રશ્ન હાલ ઉપસ્થિત થાય છે.

જિલ્લાની કાયાપલટ થશે એવું લોકોએ વિચાર્યું હતું Rajpipla Sports Complex

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નિર્માણ થયું ત્યારે જિલ્લાની કાયાપલટ થશે એવું લોકોએ વિચાર્યું હતું.

લોકોની આશા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અંતરિયાળ વિસ્તારમાં રોડ, પુલ સહિત વિવિધ ઈમારતોનું નિર્માણ પણ થયું તો બીજી બાજુ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અન્ય પ્રવાસન પ્રકલ્પો પણ બનાવાયા હતા.

આ પણ વાંચોઃ દિલ્હીના બિઝનેસમેનની ઘાતકી હત્યા કરી લાશ ગુજરાતમાં ફેંકી, 3ની ધરપકડ

પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે જે રસ્તાઓ બન્યા એમાં બિલકુલ પણ ગુણવત્તા જળવાઈ ન હોવાની બુમો હાલ પણ ઉઠી રહી છે.  31 મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ હતી.

PM મોદીના આગમન પેહલા જ રોડ રસ્તાઓ પર થીંગડાઓ મારી સમારકામ કરવામાં આવ્યું એ રોડ-રસ્તાની હલકી ગુણવત્તાની ચાડી જરૂર ખાય છે.

નર્મદા રમત ગમત સંકુલ હોલની જાળવણી સામે ઊભા થયા પ્રશ્નો

નર્મદા જિલ્લા સંકુલ હોલ જિલ્લાનું એક માત્ર રમત ગમતના અયોજન માટેનું સ્થળ (Rajpipla Sports Complex) છે.જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે.

રમત ગમત સંકુલમાં સફાઈનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.નર્મદા જિલ્લા કલેકટર નર્મદા જિલ્લા સંકુલના ચેરમેન તરીકે કાર્યરત છે ત્યારે તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે.

ગુજરાતના અન્ય રમત ગમત સંકુલની સામે રાજપીપળાના રમત ગમત સંકુલ (Rajpipla Sports Complex) ની સરખામણી કરો ત્યારે ખ્યાલ આવશે કે રાજપીપળામાં જાળવણી કેવી થાયછે. Rajpipla Sports Complex news

આ પણ વાંચોઃ અમદાવાદ: નેહરુબ્રિજ પર કારની અડફેટે સાયકલ સવારનું મોત, ચાલક ફરાર

ભૂતકાળમાં જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય કરાયો હતો ત્યારે સ્થાનિક યુવાનોએ એનો વિરોધ પણ નોંધાવ્યો હતો.એનું કારણ એક જ કે હાલમાં યુવાનો ક્રિક્રેટ સહિત અન્ય રમતો રમી શકે એવા ગ્રાઉન્ડનો અભાવ છે.