Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા શહેરની પ્રજાની લડત આખરે રંગ લાવી, વિવાદિત રસ્તાની કામગીરી આરંભાઈ

રાજપીપળા શહેરની પ્રજાની લડત આખરે રંગ લાવી, વિવાદિત રસ્તાની કામગીરી આરંભાઈ

0
977

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: રાજપીપળા શહેરમાં ઉબડખાબડ રસ્તાને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી, પ્રજાએ એ મામલે ઘણી રજૂઆતો પણ કરી હતી. રાજપીપળાના વોર્ડ નંબર-7 વિસ્તારના ઉબડખાબડ રસ્તાને લીધે ઘણા અકસ્માતો પણ થતા હતા, તો એ વિસ્તારમાં જ ઘણી સ્કૂલો પણ આવેલી હોવાથી પ્રજાજનો નવા રસ્તાની માંગ કરી રહ્યા હતા. પણ કોઈક ને કોઈક કારણોસર એ રસ્તો બનવાનું કોઈ મુહૂર્ત આવતું જ ન હતું. અગાઉ એ વિસ્તારની મહિલાઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું તો બીજી બાજુ એ જ વિસ્તારની મહિલા ભાજપ કોર્પોરેટર કિંજલ તડવીએ પ્રજાજનોની માંગને લઈને પાલિકા CO ને આવેદનપત્ર પણ આપ્યું હતું.

રાજપીપળા શહેરની પ્રજાની લડત આખરે રંગ લાવી છે, વિવાદિત બની ગયેલો રાજપીપળા કલેક્ટર કચેરી જવાનો છત્રવિલાસ વિસ્તારનો મુખ્ય માર્ગ સહીત ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતા અન્ય 4 જેટલા મુખ્ય રસ્તાઓનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

રાજપીપળા પાલિકાના કારોબારી સમિતીના ચેરમેન અલ્કેશ ગોહિલ, વોર્ડના સદસ્ય કિંજલ તડવી, ભરત વસાવા સહિત મુખ્ય અધિકારી જયેશ પટેલ હાજરીમાં છત્રવિલાસ વિસ્તારના ઉબડખાબડ રસ્તાનું ખાતમુહૂર્ત કરી કામગીરી આરંભાઈ છે.આ બાબતે કારોબારી ચેરમેન અલ્કેશ ગોહિલે જણાવ્યું હતું કે વોર્ડ નં 7 મા તમામ રસ્તાઓ તેમજ નગરના રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે તેને મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નીતિન પટેલની કોરોના મામલે વધુ ચાર્જ વસુલતી હોસ્પિટલોને ખુલ્લી ચેતવણી, કાયમ માટે બંધ થશે