Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત જનહીત રક્ષક પેનલે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

રાજપીપળા પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત જનહીત રક્ષક પેનલે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

0
285

જપીપળા પાલિકામાં ભાજપ સામે કથિત ભ્રષ્ટાચારના આરોપ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સામે નહિ પણ જનહીત રક્ષક પેનલ સામે છે. રાજપીપળા પાલિકામાં ભાજપ સામે કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો જાહેર કરાયો છે, જે રાજપીપળા પાલિકાના ઈતિહાસની પ્રથમ ઘટના કહી શકાય. Rajpipla Municipality Election

જનહીત રક્ષક પેનલના મુખ્ય કન્વીનર નિલેશસિંહ આટોદરિયા, હરદીપસિંહ સિનોરા, મીનાક્ષી બેન આટોદરિયા, અર્ચના બેન વસાવા, દત્તાબેન ગાંધી, જનક ભાઈ બારોટ, દક્ષાબેન તડવી, યુવરાજ સોની, રાજેન્દ્રસિંહ ગોહિલ, નિમેષભાઈ પંડ્યા, અલ્પાબેન માછી, સુમિત્રાબેન રાઉલ, અતુલભાઈ કાછીયા, પ્રેમશરણ પટેલ, મીનાક્ષીબેન માછી, દક્ષાબેન કાછીયાએ પાલિકાના વિકાસ માટે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.Rajpipla Municipality Election

શુ છે જનહીત રક્ષક પેનલનો ચુંટણી ઢંઢેરો

(1) માત્ર એક ફોન કોલથી પ્રજાની સમસ્યાનો ઉકેલ

જનતાની પ્રાથમિક જરૂરિયાત એવા લાઈટ, પાણી અને સફાઈની સુવિધા માટે રાજપીપળા નગરપાલિકાનો એક ફોન નંબર જાહેર કરવામાં આવશે.જેના પર એક કોલ કરવાથી એક કે બે કલાકમાં જ પાલિકા કર્મચારી સમસ્યાનો ઉકેલ લાવશે. Rajpipla Municipality Election

(2) જન્મ મરણનો દાખલો તથા લગ્નની નોંધણી

ફોન પર જાણ કરવાથી નગરપાલિકા રૂબરૂમાં આવી જઈ ખરાઈ કરી ટૂંક સમયમાં જ દાખલો પહોંચી જશે. Rajpipla Municipality Election

(3) વિવિધ સરકારી યોજનાઓ

રાજપીપળા નગરપાલિકામાં વિવિધ સરકારી યોજનાઓની અને સરકારી સહાયની માહીતી માટે પાલિકા દ્વારા એક હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે.

(4) ટ્રાફિક સમસ્યા તથા રખડતા ઢોર અંગેની સમસ્યાઓની યોગ્ય ઉકેલ

રાજપીપળામાં સર્વ સંમતિથી વેપારીઓ અને જનતાના સૂચનો મુજબ વન-વે, નો ફોર વહીલ ઝોન અને અલગ પાર્કિગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. Rajpipla Municipality Election

આ પણ વાંચો: રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ

 (5) પારદર્શક ટેન્ડર પ્રક્રિયા

દરેક વોર્ડમાં લોકોની માંગણી અનુસાર પ્રાથમિકતાના ધોરણે વિકાસના કામો કરવામાં આવશે અને જે તે સ્થળે કામની ગુણવત્તાને લગતુ બોર્ડ મુકવામાં આવશે વોર્ડના નવા કામો માટે વોર્ડ સમિતિની રચના કરવામાં આવશે, એમની દેખરેખ હેઠળ કામો કરવામાં આવશે. Rajpipla Municipality Election

(6) સાંસ્કૃતિક ધરોહરની જાળવણી

રાજપીપળાની વિવિધ ઐતિહાસિક ઈમારતોને પર્યટક સ્થળ તરીકે વિકસાવાશે.વિનાયક રાવ ગાર્ડનને મનોરંજન માટેનું આદર્શ સ્થળ બનાવાશે. રાજપીપળા શહેરના દરેક નગરજનોના સપનાનું નગર બનાવવા ગ્રીન રાજપીપળા, ક્લીન રાજપીપળા સાથે રળિયામણું નગર બનાવી રહેવા અને જોવા લાયક શહેર બનાવીશું

(7) જનતા ઓડીટ

નિવૃત જજ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, સિવિલ એન્જીનીયર, વેપારી મંડળના આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સમિતિ બનાવી છેલ્લા 5 વર્ષમાં થયેલા કામોની ગુણવત્તાની તપાસ કરાવી ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે અને નાણાકીય વસુલાત દ્વારા નગરપાલિકાની તિજોરી ભરવામાં આવશે.જેથી નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરે અને પ્રજા પર ઠોકી બેસાડેલા વિવિધ વેરા ઘટાડી શકાય.

(8) મેડિકલ કેમ્પ

ફ્રી મેડિકલ કેમ્પ જુદી જુદી સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિને આયોજન કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat