Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકામાં કરાર આધારિતની ભરતી શરૂ થતા પહેલાં જ વિવાદ

રાજપીપળા પાલિકામાં કરાર આધારિતની ભરતી શરૂ થતા પહેલાં જ વિવાદ

0
585

પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને હાલનાં સભ્ય મહેશ વસાવાનો ગંભીર આક્ષેપો

મુખ્ય અધિકારીએ કહ્યુ- તમને ઠીક લાગે એમ કરો મારી જોડે ખોટી મગજમારી નહીં કરવી’

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળા પાલિકામાં 11 માસ માટે સેનેટરી ઇન્સ્પેક્ટર, મિકેનિકલ એન્જીનીયર (પાણી પુરવઠા), એમ.આઈ.એસ (MIS, IT EXPERT) અને ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર માટે કરાર આધારિત ભરતી થાય એ પહેલાં જ વિવાદ સર્જાયો છે. રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલ દ્વારા આ ભરતી પ્રક્રિયા મામલે એક દૈનિક અખબારમાં જાહેર ખબર આપવામાં આવી હતી.

જેના પગલે આગામી 7 મી જુલાઈના રોજ યોજાનાર ઇન્ટરવ્યૂ થવાના હતા. પરંતુ તે  પેહલા જ પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય મહેશ શરાદ વસાવાએ પાલિકા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે રાજપીપળા નગરપાલિકાની 11 મહીના માટે કરાર આધારીત નોકરીની ભરતી કરવાની પદ્ધતિ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. હવે એમના આક્ષેપો કેટલા સાચા છે એ તો કાયદાના નિષ્ણાંતો જ જાણી શકે બાકી ભરતી પ્રક્રિયા પહેલા જ વિવાદ જરૂર પેદા થયો છે.

મુખ્ય અધિકારીએ મને કહ્યું કે તમને જે ઠીક લાગે એ કરો મારી જોડે મગજમારી ન કરશો: મહેશ વસાવા

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું કે, “મેં આ મામલે પાલિકા મુખ્ય અધિકારીને ફોન કરી જણાવ્યું કે ભરતી મામલે બોર્ડે ઠરાવ નથી કર્યો કે નથી નિયામકે મંજૂરી આપી, કારોબારીએ મંજૂરી કરી હોય પણ સામાન્ય સભામાં ઠરાવ થયો જ નથી. સામાન્ય સભા ધારે તો કારોબારીનો ઠરાવ રદ પણ કરી શકે છે. સામાન્ય સભામાં તમામ સભ્યો હોય છે જ્યારે કારોબારીમાં અડધા સભ્યો. તો તેઓ ભરતી પ્રક્રિયાનો નિર્ણય કેવી રીતે લઈ શકે.” તો પાલિકાના મુખ્ય અધિકારીએ મને જણા વી દીધુ કે તમને જે ઠીક લાગે એમ કરો મારી જોડે ખોટી મગજમારી નહીં કરવાની ભાઈ.

આ પણ વાંચોઃ ફેડરલ બેંકમાંથી વેપારીની 84 લાખની હોમલોન કરાવનાર ત્રીપુટી જ નીકળી ચોર, 38.50 લાખ ચાઉં કરી ગઇ

સામાન્યસભામાં નિર્ણય રદ થાય તો જવાબદાર કોણઃ મહેશ વસાવા

 મહેશ વસાવાએ જણાવ્યું કે હવે જો સામાન્ય સભામાં કારોબારીની ભરતી પ્રક્રિયાનો નિર્ણય રદ થયો તો ભરતી પ્રક્રિયામાં પાલિકાનો જેટલો ખર્ચ થયો છે એ મુખ્ય અધિકારીએ જ ભોગવવો પડશે, સાથે સાથે ઇન્ટરવ્યૂમાં જે લોકો આવ્યા હશે એનો ખર્ચ માથે પડે એમનું મનોબળ તૂટે તો એનો જવાબદાર કોણ. સામાન્ય સભામાં અંતિમ ઠરાવ થયા વિના નિર્ણય ન લઈ શકાય. કારોબારી નહીં પણ સામાન્ય સભા સર્વોપરી છે.”

શું કહ્યું રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીએ?

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે,

“આ કાયમી ભરતી નથી 11 મહિનાની કરાર આધારિત ભરતી છે અને કારોબારીએ નિર્ણય લીધો છે ઠરાવ પણ થયો છે. કારોબારીને બોર્ડ જેટલી જ સત્તા હોય છે. કારોબારી સમિતિ સામાન્ય સભાને મળેલી સતાને બજાવે, એ ઠરાવો સામાન્ય સભામાં બહાલ કરી દેવાય.

રાજપીપળા પાલિકાને માણસોની જરૂર છે. મારૂ વહીવટનું કામ છે ઠરાવ થઈને આવે એટલે મારે એનો અમલ કરવો પડે. કારોબારીના નિર્ણયની સામાન્ય સભામાં બહાલી આપવી કે નહીં એ સામાન્ય સભાનો પ્રશ્ન છે. કાયદામાં કારોબારી સમિતિની પણ જોગવાઈ છે જ, આ કોઈ ગેરકાયદેસર નથી.”