Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓની હડતાળનો અંત,C.Oને લીધે સમસ્યા ઉભી થતો હોવાનો આક્ષેપ

રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓની હડતાળનો અંત,C.Oને લીધે સમસ્યા ઉભી થતો હોવાનો આક્ષેપ

0
645

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓ પગાર અને કાયમી કરવાની માંગ મુદ્દે છેલ્લા 10 દિવસથી હડતાળ પર હતા.જેને પગલે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું.જોકે નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, પ્રદેશ કોંગ્રેસના હરેશ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ સહિત અનેક આગેવાનો એમને મળવા આવ્યા હતા પણ હડતાળ સમેટવા તેઓ ટસના મસ થયા ન હતા.અંતે રાજપીપળા પાલિકા દ્વારા 14 માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી એમનો પગાર કરાયો હતો તે છતાં કાયમી કરવાની માંગને લઈને એમણે હડતાળ સમેટી ન હતી.

જોકે 31મી ડિસેમ્બરે ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રમુખ નરેશ પરમાર, ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિત અન્ય હોદ્દેદારોએ રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, માજી પ્રમુખ ભરત વસાવા અને વિપક્ષ નેતા મૂંતેઝીર ખાન શેખ સાથે એક બેઠક કરી હતી.જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.એ બેઠકમાં એમની કાયમી કરવાની માંગણીઓ મુદ્દે 2જી જાન્યુઆરીએ સ્પેશિયલ કેસમાં બોર્ડ મિટિંગ બોલાવી ઠરાવ કરી સરકારમાં એ ઠરાવ મોકલવાની બાંહેધરી આપતા આ હડતાળ સમેટાઈ હતી.એ તમામ આગેવાનોએ સફાઈ કર્મીઓને આઈસ્ક્રીમ ખવડાવી પારણા કરાવ્યા ત્યારે હડતાળનો અંત આવ્યો હતો.

રાજપીપળા પાલિકા C.O પોઝિટિવ નથી રહેતા એટલે જ આ સમસ્યાઓ ઉભી થાય છે:અલકેશસિંહ ગોહિલ, રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન
છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા પણ બેઠકમાં હાજર હતા,એમણે સફાઈ કર્મીઓના પ્રશ્નો ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.દરમિયાન રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન જણાવ્યું હતું કે અહીંના C.O પોઝિટિવ નથી રહેતા એટલે જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

એક સમયે એક જૂથ હડતાળ સમેટવા તૈયાર થયું ન હતું

બેઠક પતાવી તમામ હોદ્દેદારો હળતાળી સફાઈ કર્મીઓ પાસે પારણા કરાવવા આવ્યા હતા.ત્યારે મહિલાઓનું એક જૂથે રીતસરનું ત્યાંથી ઉઠી જઈ હડતાળ ન સમેટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.અને પોતે રોષે ભરાઈ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.જો કે ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના હોદ્દેદારો અને અલકેશસિંહ ગોહિલની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

2જીએ સ્પેશિયલ કેસમાં બોર્ડ મિટિંગ બોલાવાશે

રાજપીપળા પાલિકામાં 2જી જાન્યુઆરીએ સ્પેશિયલ કેસમાં બોર્ડ મિટિંગ બોલાવાશે જેમાં નિયમ મુજબ સફાઈ કામદારોની ભરતી અંગેની દરખાસ્ત, જે રોજમદાર કર્મીઓને 5 વર્ષ પૂર્ણ થયા હોય એમને ગ્રેજ્યુઇટી ચૂકવવા તથા સફાઈ કર્મીઓના આશ્રિતો જે ભણેલા અને લાયકાત ધરાવતા હોય એમને નિમણુંક આપવા બાબતે નિર્ણય કરાશે.

રાજપીપળા પાલિકામાં વિકાસની ગ્રાન્ટ પડી રહી અને સ્વભાંડોળના નાણા વપરાયા?

રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓની હડતાળ સમેટવા માટે પાલિકામાં એક બેઠક યોજાઇ હતી.જેમાં રાજપીપળા પાલિકા સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો તથા ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના સભ્યો હાજર રહ્યા હતા.દરમિયાન હાજર પાલિકા સભ્યોમાં એવી ચર્ચાઓ થઈ હતી કે રાજપીપળામાં રસ્તાઓ રીપેર કરવા 30 લાખની ગ્રાન્ટ આવી હતી એ ગ્રાન્ટ ન વાપરી મુખ્ય અધિકારીએ સ્વભંડોળના નાણાનો ઉપયોગ કર્યો હતો.જો ખરેખર આવું જ હોય તો એ બિલકુલ યોગ્ય ન કહેવાય.

પ્રિયા બ્લ્યૂ કંપની પર ITના દરોડા, ₹ 10 કરોડની બેનામી સંપત્તિ જપ્ત