Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરી માત્ર કાગળ પર?

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરી માત્ર કાગળ પર?

0
77
  • રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં  1 મહિનામા 124 કોરોના દર્દીઓના મોતનો જવાબદાર કોણ?
  • જવાબદાર અધિકારી CDMO ડો.જ્યોતિ ગુપ્તા 124 દર્દીઓના મોત બાબતે કેમ ચૂપ?

નર્મદા જિલ્લામાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન કોરોનાના કેસો છુપાવવા માટેનો માત્ર એક તાયફો?

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ (Rajpipla Covid hospital)માં કોરોનાના દર્દીઓ માટેના બેડ વધારવાની વાત અને કામગીરી પણ માત્ર કાગળ પર છે. જિલ્લામાંકોરોનાની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલના ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વાળા તમામ બેડ ફૂલ થઈ ગયા છે.

ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ ફરી વાર જિલ્લાની બહાર સારવાર લેવા જવાનો વારો આવ્યો છે.જે જિલ્લો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ લઈ રહ્યો છે એ જ જિલ્લાના લોકોએ કોરોનાની સારવાર લેવા જો બહાર જવું પડે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન કહી શકાય.

આ પણ વાંચોઃ ACBએ GSTના આસિસ્ટન્ટ કમિશ્નર વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કર્યો

મોટા ઉપાડે લેવાયો હતો નિર્ણય

મોટા ઉપાડે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને પ્રભારી મંત્રી બચુ ખાબડે જિલ્લાની સ્થિતિ બાબતે કલેકટર સાથે બેઠક કરી હતી અને કોરોના દર્દીઓને અગવડ ન પડે અન્ય શહેરોમાં સારવાર માટે જવું ન પડે એ માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે નિર્ણય કર્યો હતો.

એ વાતને પણ ઘણો સમય થયો છતાં બેડ વધારવાની કામગીરી આગળ વધી જ નથી.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં RT-PCR લેબોરેટરી ચાલુ કરવા માટે જરૂરી મશીનરીઓ પણ આવીને પડી રહી છે, પરંતુ એ લેબોરેટરી ચાલુ કરવામાં પણ કોઈને રસ લાગતો નથી.

2 એપ્રિલથી 2 મે સુધી 124 મોત છતાં ચોપડે 3 બોલાય છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલ (Rajpipla covid Hospital)માં 2 જી એપ્રિલ 2021 થી 2જી મેં 2021 સુધી 124 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે તે છતાં તંત્રના ચોપડે હજુ 3 મોત દર્શવાય છે. શું આ મૃત્યુ કોરોનાની સારવાર દરમિયાન થયા હશે કે કોવિડ હોસ્પિટલની અવ્યવસ્થાને લીધે એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

બીજી બાજુ રાજપીપળા કોવિડ હોસ્પિટલના સર્વે સર્વા CDMO ડો.જ્યોતિ ગુપ્તા 124 દર્દીઓના મૃત્યુ બાબતે કેમ ચૂપ છે, આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુના જવાબદાર કોણ સહિત અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલના અમુક ઉચ્ચ અધિકારીઓ પોતાના ઈગોને લીધે અન્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહેતા ન હોવાને લીધે જ હોસ્પિટલમાં અવ્યવસ્થાઓ સર્જાઈ રહી હોવાની બુમો ઉઠી રહી છે.હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને છુપાવવા માટે જ “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનો તાયફો ઉભો કરાયો હોવો જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર કાર્યરત, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત

નર્મદા જિલ્લાની 4 CHC માં ઓક્સિજનની સુવિધા વાળા બેડ ઉપલબ્ધ કરાશે: ડો.આર.એસ.કશ્યપ

નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે રાજપીપળા સુધી ન આવવું પડે એ માટે ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર CHC ખાતે ઓક્સિજનની સુવિધા વાળા બેડની કામગીરી આગામી 3-4 દિવસમાં પુરી થઈ જશે.એક CHC માં 10 મહિલા અને 10 પુરુષ મળી કુલ 20 ઓક્સિજનની સુવિધા વાળા બેડ એમ કુલ 4 CHC માં 80 બેડ ઉપલબ્ધ કરાશે. Rajpipla covid Hospital

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat