Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા કલેકટરને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં થતા મૃત્યુ બાબતે જાણ છે ખરી?

નર્મદા કલેકટરને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં થતા મૃત્યુ બાબતે જાણ છે ખરી?

0
118

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધી રહેલા કોરોના કેર વચ્ચે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ એમના ખબર અંતર પૂછ્યા એ ખરેખર એક સરાહનીય કાર્ય જરૂર કહી શકાય.કોરોના સામે જંગ લડી રહેલા દર્દીઓની જ્યારે એક IAS અધિકારી જાતે જઈ ખબર અંતર પૂછે તો એ કોરોના દર્દીઓમાં જંગ જીતવાનો હોશલો વધુ બુલંદ થાય છે.

એક તરફ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં રોજના એવરેજ 10-12 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થાય છે.તો બીજી બાજુ આરોગ્ય વિભાગ આ મૃત્યુ આંક જાહેર કરતી જ નથી.ત્યારે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ કોવિડ હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં થઈ રહેલા મૃત્યુ બાબતે કોવિડના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી કે કેમ, શુ નર્મદા કલેકટર આ મૃત્યુ બાબતે અજાણ છે, કે પછી કોવિડ સત્તાધીશોએ પ્રજાની એમને કલેકટરને પણ અંધારામાં રાખ્યા છે, એવા પ્રશ્નો હલ લોકોમાં ઉઠી રહ્યા છે.

હાલ થોડા દિવસો અગાઉ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક બોર્ડ એવું લગાવાયું હતું કે ઓક્સિજનની સુવિધા વાળા બેડ ફૂલ છે જેથી દર્દીએ પોતાના જોખમે ઓક્સિજનની સુવિધા વગરના બેડ પર દાખલ થવું પડશે, એ દરમિયાન જો દર્દીને કઈ પણ થાય તો એની જવાબદારી દર્દી અને એના સગાની રહેશે હોસ્પિટલની બિલકુલ નહિ.આ બોર્ડને લીધે વિવાદ થયો હતો, જો કે મીડિયામાં એહવાલ પ્રસિદ્ધ થતા જ તંત્રએ આ બોર્ડ ત્યાથી હટાવી લીધું હતું.

બીજી બાજુ નર્મદા કલેકટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે આપણી પાસે 100 બેડ હતાં, તેમાંથી 92 જનરલ અને 8-ICU વેન્ટીલેટર ફેસીલીટીવાળા એટલે કે ઓક્સીજન ફેસીલીટીવાળા બેડ હતાં.જે વધતાં જતાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરાઇ છે.તેના કારણે ઓક્સિજનવાળા-08 બેડની સંખ્યા હવે 82 બેડ કરી દીધી છે.અગાઉ 8 જ બેડ ઓક્સિજનવાળા હતા એટલે આપણી પાસે 90 ઓક્સિજન સિલીન્ડર હતાં.1 હજાર લીટરની એક એવી બે અને 200 લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજનની આપણે લિક્વીડ ઓક્સિજન વાળી ઓક્સિજન ટેન્ક ખરીદ કરવામાં આવી છે.આપણી પાસે ઓક્સિજનનો સ્ટેન્ડ બાય જથ્થો સ્ટોકમા હોવાને લીધે ઓકસિજનવાળા દર્દીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરાઇ છે.

સરકારે નર્મદા જિલ્લા માટે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કર્યો છે.કેન્દ્ર-રાજય સરકારની મદદની અને HPCL કંપની રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓકસિજનનો પ્લાન્ટ કરશે. અને તે ઓકસિજન પ્લાન્ટનું હયાત લાઇન સાથે જ જોડાણ કરવામાં આવશે.જેથી કરીને આપણે ગેસ રિફલીંગ માટે જે બરોડા, ભરૂચ અને બીજી અલગ અલગ જગ્યાએ જવું ન પડે.પણ જો નર્મદા જિલ્લા વહિવટીતંત્ર આવી જ વ્યવસ્થાઓ કરે તો આગામી 15 દિવસમાં જ જિલ્લામાંથી કોરોના સંક્રમણ દુર થશે એમાં કોઈ મનમેખ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat