Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા સિવિલની સરપંચ પરિષદ પ્રમુખે પોલ ખોલી, 4 સિરિયસ દર્દી અને ડોકટર 1

રાજપીપળા સિવિલની સરપંચ પરિષદ પ્રમુખે પોલ ખોલી, 4 સિરિયસ દર્દી અને ડોકટર 1

0
164
  • આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને જતા નેતાઓ શોભાના ગાંઠિયા સમાન

  • સરપંચ પરિષદ પ્રમુખનો આક્ષેપ

  • રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાને લીધે ઘણા લોકોના મૃત્યુ થાય છે

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: કોરોનાના કેહેર વચ્ચે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઘણી ફરિયાદો સામે આવી છે.

તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓનો મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.

આમ પણ સામાન્ય દિવસો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની ઘણી તંગી વર્તાઈ રહી હોય છે.

હવે કોરોના કાળમાં તો રાજપીપળા સિવિલ હોસ્પિટલની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે.

ગુજરાત સરપંચ પરિષદના દક્ષિણ ઝોન પ્રમુખ અને નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ નિરંજન વસાવા અચાનક રાત્રી દરમિયાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે એક્સિડન્ટ થયેલા 2 દર્દીઓ, એક દર્દીને લોહીની ઉલટી થઈ રહી હતી તો બીજો એક દર્દી ગંભીર પરિસ્થિતિમાં હતો, એવામાં જ પ્રસુતિનો એક કેસ આવ્યો હતો.

આટલી વિકટ પરિસ્થિતિમાં ફક્ત એક ડોકટર અને એક નર્સ કામ કરી રહ્યા હતા. ડોક્ટરથી સારવારમાં થોડીક પણ જો ચૂક થાય તો દર્દીના જીવને જોખમ હતું.

આ દ્રશ્ય જોઈ ગુજરાત સરપંચ પરિષદ અને નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ નિરંજન વસાવાએ સ્થાનિક નેતાઓ અને પ્રસાશન પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.

એમણે જણાવ્યું કે,

“નર્મદા જિલ્લો 90% આદીવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓને લીધે સામાન્ય બીમારીમાં પણ દર્દીઓને વડોદરા રીફર કરાય છે. નર્મદા જિલ્લામાં ફક્ત એક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય છે. અહીંના ડોક્ટરોએ પણ ઘણી વાર રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી અહીંયા કોઈ સુવિધા નથી આવી.”

અહીના દરેક પાર્ટીના સ્થાનિક નેતાઓ મોટા મોટા હોદ્દાઓ લઈને શું કરી રહ્યા છે. આદીવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને જતા નેતાઓ શોભાના ગાંઠિયા સમાન છે, નર્મદા જિલ્લામાં વિશેષ આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારવા સરકારમાં રજુઆત કરવી જોઈએ.