Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રાજનાથ સિંહનો દાવો- ગાંધીની સલાહ પર સાવરકરે માંગી હતી માફી, શું છે સત્ય?

રાજનાથ સિંહનો દાવો- ગાંધીની સલાહ પર સાવરકરે માંગી હતી માફી, શું છે સત્ય?

0
103

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) 12 ઓક્ટોબર (મંગળવાર)માં નવી દિલ્હીમાં પુસ્તક વીડી સાવરકરની લોન્ચિંગ દરમિયાન તે દાવો કર્યો કે સાવરકરે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની સલાહ પર બ્રિટિશ સરકારને માફીનામું લખીને આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે- ” સાવરકર વિરૂદ્ધ જૂઠ ફેલાવવામાં આવ્યું. વારં-વાર તે વાત કહેવામાં આવી કે તેમને અંગ્રેજ સરકાર સામે અનેક મર્સી પિટિશન (દયા અરજીઓ) ફાઈલ કરવામાં આવી. સત્ય તે છે કે મર્સી પિટિશન તેમને પોતાને રિહા કરવા માટે ફાઈલ કરી નહતી. સામાન્ય રીતે એક કેદીને અધિકાર હોય છે કે મર્સી પિટીશન ફાઈલ કરવા ઈચ્છે તો કરી શકે છે. મહાત્મા ગાંધીએ તેમને કહ્યું હતુ કે તમે મર્સી પિટીશન ફાઈનલ કરો. મહાત્મા ગાંધીના કહેવા પર તેમને મર્સી પિટીશન ફાઈલ કરી હતી. મહાત્મા ગાંધીએ અપીલ કરી હતી કે સાવરકરને રિહા કરવા જોઈએ. જેવી રીતે અમે શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યાં છીએ તેવી રીતે સાવરકર જી પણ આંદોલન ચલાવશે. પરંતુ તેમને બદનામ કરવા માટે આવી રીતની વાતો કરવામાં આવે છે કે તેમને માફી માંગી હતી. આ બધી વાતો પાયાવિહોણી અને ખોટી છે.”

તો શું રાજનાથનો આ દાવો સાચો છે? સાવરકરની તમામ દયા અરજીઓ ક્રમિક રીતે જાણીએ અને કઈ અરજી મહાત્મા ગાંધી સાથે સંબંધિત છે.

1911: જ્યારે સાવરકરે દાખલ કરી પ્રથમ દયા અરજી

સ્કોલર, વકીલ અને લેખક એજી નૂરાનીના ફ્રન્ટલાઈનમાં 2005માં છપાયેલા એક લેખમાં સાવરકરની દયા અરજીઓ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે, જે 1911 પછી દાખલ કરવામાં આવી છે.

જૂલાઈ 1911માં જ્યારે સાવરકરને અંડમાન અને નીકોબાર સ્થિત સેલુલર જેલમાં મોકલવામાં આવ્યા, તેના ઠિક 6 મહિના પછી તેમને પ્રથમ દયા અરજી દાખલ કરી.

નવેમ્બ 1913માં સાવરકરે બીજી દયા અરજી દાખલ કરી. ફ્રન્ટલાઈનના આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે વાયસરોલ એક્ઝીક્યુટિવ કાઉન્સિંલના સભ્ય સર રેગિનાલ્ડ ક્રૈડોકે 23 નવેમ્બર 1913ના પોતાની નોટમાં સાવરકરે દયા અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

1920ની ઈમ્પીરિયલ લેઝિસલેટિવ કાઉન્સિલમાં એક પ્રશ્નના જવાબમાં હોમ મેમ્બર વિલિયમ વિનસેન્ટે કહ્યું કે, તેમને વિનાયક દામોદર સાવરકર તરફથી 1914 અને 1917માં બે અરજીઓ પ્રાપ્ત થઈ. અહીં 1917 ઉપરાંત વિનસેન્ટે 1914માં એક જ અરજી દાખલ થવા અંગે જણાવ્યું છે. ફ્રન્ટલાઈનના આર્ટિકલ અનુસાર, એવું તે માટે કેમ કે 1914 અને 1918માં સાવરકરે અરજીમાં અન્ય બે લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સાવરકરની દયા અરજીઓથી મહાત્મા ગાંધીનો શું સંબંધ છે?

વકીલાતનો અભ્યાસ કરવા સાઉથ આફ્રિકા ગયેલા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી, 1915માં ભારત પરત ફર્યા. એટલે સાવરકરની પ્રથમ અરજી દાખલ કર્યાના ચાર વર્ષ પછી.

ગાંધી સેવાગ્રામ આશ્રમ પાસે ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, વિનાયક દામોદર સાવરકરના ભાઈ નારાયણ દામોદર સાવરકરના પત્રના જવાબમાં ગાંધીએ 25 જાન્યુઆરી, 1920માં એક પત્ર લખ્યો.

‘મને તમારો પત્ર મળ્યો. તમને સલાહ આપવી મુશ્કેલ છે. જોકે, મારી સલાહ એ છે કે તમારા ભાઈએ કરેલો ગુનો કેવળ રાજકીય હતો તે હકીકતથી વિગતવાર અરજી તૈયાર કરીને રાહત મેળવી શકાય છે.

ધ્યાન આપવા જેવી વાત તે છે કે, આ દસ્તાવેજની ઈન્ડેક્સ અનુસાર ગાંધીએ જે પ્રથમ પત્રનો ઉલ્લેખ કર્યો છે તેની જાણકારી ઉપલબ્ધ નથી.

તે ઉપરાંત 26 મે, 1920માં પણ મહાત્મા ગાંધીએ યંગ ઈન્ડિયામાં લખ્યું કે તે સમયે જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા તેઓ રિહા થઈ ગયા. પરંતુ સાવરકરના ભાઈ ગણેશ દામોદર સાવરકર અને વિનાયક દામોદર સાવરકરને તે લાભ મળ્યો નહીં.

ઈતિહાસ સાથે છેડછાડ

વિવાદિત નિવેદન અંગે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ચેરમેન અને ગાંધીના ગહન અધ્યેતા કુમાર પ્રશાંત કહે છે, ના આવું પહેલા જોયું ના સાંભળ્યું છે કેમ કે આવું ક્યારેય થયું જ નથી અને ના તેના અંગે લખવામાં આવ્યું છે.

તેઓ કહે છે કે, “આ લોકો ઈતિહાસના નવા-નવા પેજ લખવાની કલામાં ખુબ જ માહિર છે. હું મોટાભાગે કહું છું કે જે લોકો પાસે પોતાનો ઈતિહાસ હોતા નથી તેઓ હંમેશા બીજાઓના ઈતિસાહને પોતાની મુઠ્ઠીમાં કરવાની કોશિશ કરે છે. રાજનાથ જીએ ખુબ જ હલ્કી વાત કરી દીધી છે.”

કુમાર પ્રશાંતનું કહેવું છે કે, ગાંધીનું સરકારના માફીનામાથી કોઈ જ સંબંધ રહ્યો નથી. તેઓ કહે છે જો માફીનામા જેવી કોઈ ચીજ ગાંધીના જીવનમાં હોત તો તેઓ પોતે પણ તેનો અમલ કરતા હોત. તેમને ના ક્યારેય માફીનામું લખ્યું અને ના કોઈ બીજા સત્યગ્રાહીને માફીનામાનો રસ્તો બતાવ્યો, તેથી તે વાતમાં કોઈપણ સત્યતા અને ઈમાનદારી નથી. આ ખુબ જ છીછરી ચીજો છે પરંતુ સમય જ એવો ચાલી રહ્યો છે કે આવી રીતની વાતો થઈ રહી છે.

રાજનથા સિંહના દાવા પર ઈતિહાસકાર અને ફિલ્મમેટકની ટિપ્પણી

મોડર્ન પોલિટિક્સ હિસ્ટ્રીના એક્સપર્ટ ઈતિહાસકાર એસ ઈરફાન હબીબે રાજનાથ સિંહના દાવા પર તંજ કસતા લખ્યું કે જ્યારે મંત્રી જ આવા દાવા કરે છે ત્યારે કોઈ પુરાવા, દસ્તાવેજની જરૂરત કેમ પડશે?

ફિલ્મમેકર રાકેશ શર્મા લખે છે કે મહાત્મા ગાંધી ભારત ફર્યા તે પહેલા જ સાવરકર 2 માફીનામા અંગ્રેજોને આપી ચૂક્યા હતા.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા અસલમ શેખ ટ્વિટર પર લખે છે, ઈતિહાસ, ઈતિહાસ જ રહેશે. બીજેપીના મહાનાયક સાવરકરે એક-બે નહીં પરંતુ છ માફીનામા (1911, 1913, 1914, 1915, 1918 અને 1920) અંગ્રેજોને લખ્યા હતા, જેમાં તેઓ માફીની ભીખ માંગી રહ્યાં હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat