Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજનાથ સિંહનો ચીનને સખ્ત સંદેશ, કોઈને એક ઈંચ જમીન પણ નહી લેવા દે ભારતીય સેના

રાજનાથ સિંહનો ચીનને સખ્ત સંદેશ, કોઈને એક ઈંચ જમીન પણ નહી લેવા દે ભારતીય સેના

0
69

India-China Standoff: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ (LAC Tension) વચ્ચે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ (Rajnath Singh) સિક્કિમમાં ભારતીય સેનાના (Indian Army) જવાનો સાથે દશેરા (Dussehra Celebration) મનાવી હતી. દશેરાના પર્વે રાજનાથ સિંહે સિક્કિમના નાથુલા દર્રા નજીક શેરથાંગમાં શસ્ત્ર પૂજા પણ કરી હતી. આ જગ્યા LACથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ છે.

વિજયાદશમીના અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) ચીનને સખ્ત સંદેશ આપતા કહ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભારતીય સેના (Indian Army) કોઈને પણ આપણાં દેશની એક ઈંચ જમીન પણ નહીં લેવા દે. રાજનાથ સિંહે આ ટિપ્પણી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્ર પૂજા કર્યા બાદ કરી હતી. આ તકે સેના પ્રમુખ જનરલ મનોજ મકુંદ નરવાને પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.

રાજનાથ સિંહે (Rajnath Singh)  કહ્યું કે, ભારત ઈચ્છે છે કે તનાવ સમાપ્ત થાય અને શાંતિ સ્થપાય. મને વિશ્વાસ છે કે, આપણી સેના (Indian Army) ભારતની એક ઈંચ જમીન પણ બીજાના હાથમાં નહીં જવા દે. તાજેતરમાં લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર જે કંઈ થયું અને જે પ્રકારે આપણા જવાનોને બહાદૂરીથી જવાબ આપ્યો, તે ઈતિહાસમાં જવાનોની વીરતા અને સાહસ વિશે સુવર્ણ અક્ષરે લખાશે.

ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહ (Rajnath Singh) બે દિવસના સિક્કિમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. રાજનાથ સિંહે શનિવારે દાર્જિલિંગના સુકના સ્થિત 33મી કૉર્પ્સ હેડક્વાર્ટર પર ભારતીય સેનાના (Indian Army) જવાનો સાથે મુલાકાત કરી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રાજનાથ સિંહે જવાનોનું મનોબળ વધારવા માટે તેમને સંબોધન પણ કર્યું હતું.

દાર્જિલિંગમાં 33મીં કૉર્પ્સના જવાનોને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું (Rajnath Singh) કે, ભારતે કાયમ પોતાના પડોશી દેશો સાથે સારો સબંધ રાખવાની કોશિશ કરી છે. ભારત તરફથી હંમેશા આ માટે પ્રયત્ન કરવામાં આવ્યાં જ છે, પરંતુ ભારતીય જાંબાઝ જવાનોએ દેશની અખંડતા અને સરહદની સુરક્ષા ખાતર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની ‘મા’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજનાનું આયુષમાન ભારતમાં મર્જર

રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે આ પ્રવાસમાં સેના પ્રમુખ નરવણે પણ હાજર રહ્યાં છે. 33મી કોર્પ્સના ઉચ્ચ કમાન્ડરોએ સિક્કિમ સેક્ટરમાં LAC (LAC Tension) નજીક સ્થિતિની સાથે-સાથે સૈનિકો અને હથિયારોની તૈનાતી વિશે પણ રાજનાથ સિંહ એને સેના પ્રમુખને વાકેફ કરાવ્યા છે. સેનાના જવાનોના એક ગ્રુપ સાથે વાતચીતમાં રક્ષા મંત્રીએ વિજયાદશમીના અવસર પર તેમને શુભકામના પાઠવી હતી.

આ દરમિયાન રક્ષામંત્રીએ ત્રિશક્તિ વાહિનીના સમૃદ્ધ ઈતિહાસ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ત્રિશક્તિ કોરનો એક સુવર્ણ ઈતિહાસ છે. ખાસ કરીને 1962, 1967, 1971 અને 1975માં. આ કોરે વીરતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.