Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અમદાવાદના NRIએ પીડિત મહિલાઓ અને દિવ્યાંગોને નોકરીમાં 10 % અનામત આપી

અમદાવાદના NRIએ પીડિત મહિલાઓ અને દિવ્યાંગોને નોકરીમાં 10 % અનામત આપી

0
746

હિતેશ ચાવડા, ગાંધીનગર: જ્યારે સામાન્ય રીતે લોકોને નોકરી માટે અનેક પ્રકારના ટેસ્ટ, પ્રેક્ટિકલ અને ગુણવત્તા બતાવવી પડતી હોય છે ત્યારે દિવ્યાંગ, એસિડ એટેક સરવાઈવર, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ જેવા અન્યાયનો ભોગ બનેલા લોકોને નોકરીની તકો ખૂબ જ નહિવત હોય છે અને આ પરિસ્થિતીમાં NRI એન્ડી કડીવાર દ્વારા આવા લોકોને ખાસ તક મળી રહે અને તેઓ પગભર થાય એ માટે તેમની કંપનીમાં અમેરિકામાં અને ભારતમાં આવા ખાસ લોકોને નોકરીની સમાન તક પૂરી પાડવામાં આવી રહી છે. એન્ડી કડીવારની કંપની ભારતમાં 300 લોકોને રોજગારી આપી રહી છે.

મૂળ અમદાવાદના એવા એન્ડી કડીવાર 1996માં અમેરિકામાં સ્થાયી હતા જ્યાં તેમણે એન્ટિગ્રેટેડ રિસોર્સસ નામની કંપની ચાલુ કરી હતી. હાલ આ કંપનીની અમેરિકામાં ત્રણ બ્રાન્ચ છે અને ભારતમાં પુણે, અમદાવાદ, ગુડગાંવ અને વડોદરામાં પણ 4 બ્રાન્ચ આવેલી છે. એન્ડી કડીવાર આર્નોલ્ડ એન્ડ મરીન સ્ચાવર્જ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ હેલ્થ સાયન્સ, ગ્રેટર ન્યુયોર્કમાંથી ગ્રેજયુટ થયેલા છે અને તેઓ એન્ટિગ્રેટેડ રિસોર્સસ કંપનીના પ્રમુખ છે. એન્ટિગ્રેટેડ રિસોર્સસ કંપની દ્વારા ભરતી કરવામાં આવતા કુલ એમ્પ્લોયીમાં તેઓ એસિડ એટેક સરવાઈવર, ડોમેસ્ટિક વાયોલન્સ પીડિત મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને નોકરી આપે છે અને આ માટે તેમણે અમેરિકા અને ભારતની દરેક બ્રાન્ચમાં 10% સીટો અનામત રાખેલી છે.

NRI એન્ડી કડીવાર

NRI એન્ડી કડીવાર

15 દિવસ પહેલા અમદાવાદમાં તેમણે એક છોકરીને નોકરી આપી જે છોકરી cerebral palsyથી પીડિત છે તે વ્હીલ ચેર પર રહે છે અને તેનો એક હાથ કાર્યરત પણ નથી. જે રીતે બીજા કર્મચારીઓ કામ કરે છે એ રીતે આ છોકરીને ટ્રેનીંગ આપી અને હવે તે કામ પણ કરવા લાગી છે.

એન્ડી કડીવાર આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને આ પ્રકારે ભોગ બનેલા લોકો માટે ખાસ પ્લેસમેંટ કરી તેમને પણ સમાન નોકરીની તક પૂરી પાડવાના હેતુસર વિચારણા કરી રહ્યાં છે અને આવનાર સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આવા લોકોને નોકરી પણ આપશે. જે રીતે અમદાવાદમાં છોકરીને એકવલ ઓપોર્ટુનિટી આપી છે એ રીતે તેઓ અમેરિકામાં પણ દિવ્યાંગ વ્યક્તિઑને નોકરી પર રાખેલો છે.