Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > લોકડાઉન-4માં છુટછાટ મળતા જ રાજકોટવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

લોકડાઉન-4માં છુટછાટ મળતા જ રાજકોટવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

0
416

આજરોજ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન 4માં સરકાર દ્વારા છુટછાટ આપતા જ લોકોના ટોળે ટોળા બજારમાં અને પાનના ગલ્લાઓ પર જોવા મળ્યા હતા અને સોસિયસ ડિસ્ટન્સ ભૂલી ગમે તે રીતે ફરતા જોવા મળ્યા હતા. જેથી તેઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે,લોકો સમજે નહીંતર પછી કલેકટર નિર્ણય લેશે. દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં હોય તો કાર્યવાહી થશે તેવું પણ કલેક્ટરે જણાવ્યું હતું.

રાજયમાં આજ રોજ લોકડાઉન 4માં સરકાર દ્વારા ઘણી સારી એવી છુટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં આજે લોકોએ પોતાના ધંધા રોજગાર ચાલુ કર્યા હતા. શહેરના તમામ રસ્તાઓ પર લોકોના ભારે ભીડ પણ જોવા મળી રહી હતી. તો બીજી બીજુ આપણે રાજકોટની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી ચૂક્યા હતા. તેવામાં રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને લોકોને અપીલ કરી છે કે, લોકો સમજે નહીંતર પછી કલેક્ટર નિર્ણય લેશે.

આ ઉપરાંત કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, એક-બે દિવસમાં ST બસ શરૂ થશે. અને રાજકોટની બનાવટના ધમણ વેન્ટિલેટરને લઈ ચાલતાં વિવાદને લઈ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટમાં ફાળવેલ ધમણ 1 વેન્ટિલેટર મશીન ડોક્ટરોના મતે સારું છે.

દેશભરમાં કચરા મુક્ત શહેરોની યાદીમાં ગુજરાતનાં આ 2 શહેરોએ બાજી મારી

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કચરા મુક્ત શહેરોની રેટિંગ જાહેર થઇ છે. કચરા મુક્ત 6 શહેરોના 5 સ્ટાર મળ્યા છે. આ સિવાય 65 શહેરોને થ્રી સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર આપવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ફોર હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સમગ્ર દેશમાં માત્ર 6 શહેરોને 5 સ્ટાર રેન્કિંગ અપાયા છે. 5 સ્ટાર, 3 સ્ટાર અને 1 સ્ટારમાં ગુજરાતના 4 મોટા શહેરોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારનાં રોજ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કચરા મુક્ત શહેરોનું રેટીંગ જાહેર કર્યું છે. જેમાં કચરા મુક્ત 6 શહેરોને 5 સ્ટાર મળ્યાં છે. આ ઉપરાંત દેશમાંથી 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર આપવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ફોર હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા માત્ર 6 શહેરોને 5 સ્ટાર રેન્કિંગ અપાયાં છે. આ સ્ટાર રેટીંગમાં 5 સ્ટાર, 3 સ્ટાર અને 1 સ્ટારમાં ગુજરાતનાં 4 મોટા શહેરોનો સમાવેશ થાય છે.

દેશભરમાં કચરા મુક્ત શહેરોની યાદીમાં ગુજરાતનાં આ 2 શહેરોએ બાજી મારી, અમદાવાદ બાકાત