Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં ઝડ્પાયો વિચિત્ર જુગાર, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં ઝડ્પાયો વિચિત્ર જુગાર, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

0
253

રાજકોટમાં પોલીસે એક નવતર પ્રકારના જુગારના અડ્ડાને ઝડપી પાડ્યો છે. જેમાં બે મરધા વચ્ચે ફાઈટ કરાવી હારજીતનો ભાવ નક્કી કરવામાં આવતા અડ્ડાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 14 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આજના યુગમાં યુવા પેઢીઓ પોતાના શોખ પુરા કરવા માટે ગમે તે રવાડે ચઢી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી જકાતનાકા પાછળ જુની લાલપરી નદીના કાંઠે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી બે કુકડાઓ વચ્ચે જંગ કરાવવામાં આવતી હતી. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસે મળેલ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોમાં પોલીસને જોઈ ભાગદોડ મચી જવા પામી હતી. આ દરોડામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: પ્રેમીએ મહિલાને દગો આપી મિત્રો સાથે મળી ગેંગરેપ આચર્યો, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપ્યાં

પોલીસે જુગારનો અખાડો ચલાવનાર ભીખુ અને તાલાબ પાસેથી રોકડા રૂ.20,720 કબજે કરી છે. આ ઉપરાંત ત્રણ મુરઘાં, 16 ટુ વ્હિલર, નવ ફોર વ્હિલર અને નવ મોબાઇલ મળી કુલ રૂ.14,46,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુરઘાંને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે. પોલીસે જુગાર ધારા ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે પીએસઆઇ રબારીએ જણાવ્યું કે, બાંટવા અને ઢીચડાનો શખ્સ બે ગ્રૂપ પાડીને કૂકડાં ફાઇટનો જુગાર રમાડતા હતા. મેદાનમાં મોટી રિંગ બનાવી તેમાં કૂકડાં ફાઇટ કરાવતા હતા. ફાઇટ શરૂ કરતા પહેલા બંને શખ્સ રૂ.50થી રૂ.100 સુધીના બંને કૂકડાંના હારજીત પર ભાવ લેતા હતા. બેમાંથી કોઇ એક કૂકડો રિંગની બહાર નીકળી જાય કે રિંગની અંદર પડી જાય તે કૂકડાંને પરાજીત જાહેર કરવામાં આવતો હતો.