Gujarat Exclusive > ગુજરાત > રાજકોટ પોલીસે ભારે કરી : અમદાવાદમાં રહેતાં યુવકને વિધાઉટ હેલ્મેટનો મેમો મોકલ્યો

રાજકોટ પોલીસે ભારે કરી : અમદાવાદમાં રહેતાં યુવકને વિધાઉટ હેલ્મેટનો મેમો મોકલ્યો

0
481

યુવક બે વર્ષથી રાજકોટ ગયો નથી છતાં હેલ્મેટ વગર બાઈક ચલાવવાનો મેમો મોકલ્યો

અમદાવાદ: અમદાવાદમાં રહેતાં યુવકે બે વર્ષથી રાજકોટમાં પગ નથી મુક્યો તેને હેલ્મેટ વગર બાઈક ચલાવવાનો મેમો (rajkot police-challan) રાજકોટ પોલીસે મોકલ્યો છે. 500નો દંડ ભરવા માટે પોલીસે ઇ મેમો અમદાવાદમાં રહેતાં અમિત ચાવડાના વતન રાજકોટ જિલ્લાના અર્જુનનગર ગામે (rajkot police-challan)મોકલ્યો હતો. મેમો ઘરે આવતા અમિત વિચારમાં પડ્યો કે,તે બાઈક લઈને બે વર્ષથી રાજકોટ ગયો નથી તો મેમો કઈ રીતે આવી શકે. આ અંગે અમિતે રાજકોટ પોલીસને મેઈલ કરી જાણ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજકોટ પોલીસે ભારે કરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

અમિત પાસે રાજકોટ પાસિંગ બાઇક

મૂળ રાજકોટ જિલ્લાના માળિયા મિયાણાના અર્જુનનગર ગામે રહેતો અમિત ચાવડા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો છે.પિતાના નામનું રાજકોટ પાસીંગના બાઈકનો ઉપયોગ અમિત (rajkot police-challan) અમદાવાદમાં કરે છે.

આ પણ વાંચોઃ પ્રદિપસિંહ જાડેજાનો શંકરસિંહ વાઘેલાને જવાબ – ‘ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે’

અમિતના મૂળ વતનના ઘરે થોડા દિવસો અગાઉ રાજકોટ પોલીસનો ઈ મેમો( rajkot police-challan) આવ્યો હતો. જેમાં 17 સપ્ટેમ્બર 2020ના રોજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં હેલ્મેટ વગર બાઈક ચલાવવા અંગે 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારે અમિતને અમદાવાદ ખાતે ફોન કરી જાણ કરી હતી. અમિતે મેમો મંગાવતા તેમાં જે બાઈક, બાઈક ચાલકનો ફોટો હતો તે અમિત નો કે અમિતના બાઈકનો ન હતો. મેમાં લખવામાં આવેલો બાઈક નો રજીસ્ટ્રેશન નંબર અમીતના બાઈકનો જ હતો.

બે વર્ષથી રાજકોટ ગયો ન હોવા છતાં મેમો આવ્યોઃ અમિત

આ પણ વાંચોઃ જાણી લો, એક ફિલ્મી ગીત પણ તમને જેલની હવા ખવડાવી શકે છે

અમિતે આ અંગે જણાવ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી રાજકોટ ગયો જ નથી. મારું બાઈક પણ હું અમદાવાદમાં ચાલવું છું. તો મેમો કઈ રીતે આવે તે સમજાતું નથી.રાજકોટ પોલીસને મેઈલ કરી આ બાબતે કઈક ભૂલ થયાની જાણ કરવાનો મે નિર્ણય લીધો છે. જો મને મારા મારા મેઇલનો જવાબ સમયસર મળી જાય અને ઓનલાઇન જ મારો મેમો રદ થઈ જાય તો મારો રાજકોટ જવાનો સમય અને ખર્ચ બધું જ બચી જાય તેમ છે.બાકી 500 રૂપિયાના દંડનો મેમો રદ કરવા માટે મારે 1,000 હજારનો મુસાફરી ભાડાનો ખર્ચ અને એક દિવસની રજા લેવી પડે તેવી હાલત છે.

અમીતને મળેલા ઈ મેમાને લઈ રાજકોટ પોલીસે ભૂલ કરી છે કે, અન્ય કોઈ વ્યક્તિ પોતાની બાઈક પર બીજો નંબર લગાવી ફરી રહ્યો છે. તે પોલીસ માટે તપાસનો વિષય છે. રાજકોટ પોલીસ આ મેમાની ઊંડાણમાં તપાસ કરે તો વાહન ચોરીનો ભેદ ઉકેલાય તો પણ નવાઈ નથી.