Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં પાનના ગલ્લા બે દિવસ માટે બંધ

રાજકોટમાં પાનના ગલ્લા બે દિવસ માટે બંધ

0
109

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુ આંક પણ વધી જતા સીએમ રુપાણીએ આજે મુલાકાત લીધી હતી અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે. આ સાથે સીએમ રુપાણીએ લોકોને સ્વૈછિક લોકડાઉન કરવા માટે જણાવ્યું છે. ત્યારે બીજી બાજુ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજકોટમાં પાનના ગલ્લાઓ શનિ અને રવિ બંધ રાખવા માટે એસોશિએશને નિર્ણય લીધો છે.

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકારે રાજયના 20 જિલ્લાઓમાં કફર્યુના સમયમાં વધારો કરી દીધો છે. જો કે, રાજકોટમાં કોરોના કેસની સાથે મોતના આંકડાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની વધતી સ્થિતિને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરી તમામ સ્થિતિની માહિતી મેળવી હતી. CM રૂપાણીએ મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી લેવાયેલા અસરકારક પગલાંના સંદર્ભમાં કહ્યું કે, આવતી કાલથી મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ માટે નવી લેબોરેટરી કાર્યરત થઇ જશે.

મોરબીમાં સરકારી 280 સહિત અંદાજે 900 બેડની વ્યવસ્થા છે. હજુ ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટો, સમાજોના સહકરાથી કોરોનાની માઇલ્ડ-સામાન્ય અસરવાળા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ સારવારની સુવિધા મળી રહે તે માટે લોકસહયોગ અને સરકારના સંકલનથી નવી 500 બેડની સુવિધા ઉભી કરાશે.

ત્યારે રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે પાન મસાલા એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરમાં શનિ અને રવિવારના રોજ તમામ પાનના ગલ્લા બંધ રાખવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat