Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: નાગરિક સહકારી બેંકને નિયમોના ઉલ્લંઘન બદલ RBIએ ફટકારી પેનલ્ટી

રાજકોટ: નાગરિક સહકારી બેંકને નિયમોના ઉલ્લંઘન બદલ RBIએ ફટકારી પેનલ્ટી

0
1143

રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકને લોન-ધિરાણ સંબંધી નિયમોના ઉલ્લંઘન કરવાને લઈને રિઝર્વ બેંકે 37 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારતા સહકારી બેંકીંગ ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.

રાજકોટ નાગરિક બેંકને નાણાંકીય પેનલ્ટી ફટકારવામાં આવી છે. રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એકટ 1949ની કલમ 47એ (1) (સી) હેઠળ અધિકારીનો ઉપયોગ કરીને રાજકોટ નાગરિક સહકારી બેંકને 37 લાખની નોટીસ ફટકારી છે. રિઝર્વ બેંકે આપેલી વિવિધ સૂચનાઓનું પાલન નહીં કરવા બદલ આ પેનલ્ટી ફટકારવામાં આવી છે.

બેંકના વ્યવહારોમાં નિયમોમાં ક્ષતિ માલુમ પડી હતી. રિઝર્વ બેંક દ્વારા 31 માર્ચ 2018ના રોજ આર્થિક હાલત સંબંધી ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. બેંકીંગ ફ્રોડના વિશ્ર્લેષણ-રીપોર્ટીંગ તથા ધિરાણ મેનેજમેન્ટ સંબંધી નિયમભંગ હોવાનું માલુમ પડયું હતું. જેના અનુસંધાને બેંકને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. રિઝર્વ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલ પેનલ્ટી કેમ ન ફટકારવી? તે કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. બેંક દ્વારા નોટીસનો જવાબ અપાયો હતો તેના પર વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત પર્સનલ હિયરીંગમાં મૌખિક દલીલોને ધ્યાને લેવામાં આવ્યા બાદ 37 લાખની ધરખમ નોટીસ ફટકારવામાં આવી છે.

રાજકોટમાં બન્યુ એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બસ ડેપો, CMના હસ્તે થશે ઉદઘાટન