Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રંગીલા રાજકોટમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો, ઘરની બહાર જ યુવકની હત્યા

રંગીલા રાજકોટમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો, ઘરની બહાર જ યુવકની હત્યા

0
1

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સાત હનુમાન મંદિર પાસે છગન ગેલાભાઈ ઝાપડા નામના યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતા કુવાડવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્રણ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી નોનવેજના ધંધાર્થી સહિતનાઓએ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જોકે આ બનાવના સામાપક્ષે પણ એક વ્યક્તિને ઈજા થઈ હતી.  છગન નામનો યુવક રવિવારે રાત્રે 8.30 વાગ્યે તેના ઘર પાસે ઊભો હતો ત્યારે ચાર ઇસમો દ્વારા છગનને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. જો કે યુવકના  પરિવારજનો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં છગન લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, પરિવારજનોએ યુવકને  સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવક હોસ્પીટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

મૃતક યુવક છગનના કૌટુંબિક ભાઇ હિરાભાઇના જણાવ્યા અનુસાર  પોતે તેમજ અન્ય પરિવારજનો ઘરમાં હતા ત્યારે છગનની ચીંસો સાંભળીને બહાર આવ્યા ત્યારે  ચાર ઇસમ ભાગતા દેખાયા હતા. મૃતક યુવક છગન ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. યુવાન પુત્રની હત્યાથી જાપડા પરિવારમાં શોક ફેલાય ગયો હતો.

છગન ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે. છગન ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. યુવાન પુત્રની હત્યાથી જાપડા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

બીજી બાજુ નવાગામમાં નોનવેજની દુકાન ધરાવતો અસ્લમ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. અને તેને છગન સહિતનાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી અસ્લમ સહિતના શખ્સોએ છગનની હત્યા કરી હતી. આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat