Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ મનપાના કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ રદ

રાજકોટ મનપાના કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ રદ

0
198
  • રાજકોટમાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવારના ત્રણ પુત્રો હોવાથી ફોર્મ રદ થયુ  Congress two candidate forms canceled

રાજકોટ: રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળ અને વોર્ડ નંબર-4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યુ છે. Congress two candidate forms canceled

રાજકોટ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને બે ફટકા પડ્યા છે. રાજકોટના વોર્ડ નંબર-1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ કરવામાં આવ્યુ છે. ભરત શિયાળના મેન્ડેટમાં ભૂલ હતી. જ્યારે વોર્ડ નંબર-4ના ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ એટલા માટે રદ કરવામાં આવ્યુ કારણ કે તેમણે ત્રણ બાળકો છે. વોર્ડ નંબર-4માં કોંગ્રેસના ડમી ઉમેદવાર રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે.

આ પણ વાંચો:  અમદાવાદની જાહેર સભામાં ઓવૈસીએ 2002ની ઘટનાને યાદ કરી

રાજકોટમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી થઇ રહી છે. મતદાન પ્રક્રિયા પહેલા ભાજપ કોંગ્રેસને હરાવવાના મૂડમાં છે. ભાજપે કોંગ્રેસના મેન્ડેટ ફોર્મને લઇને વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂએ કહ્યુ કે, અમે હાઇકમાન્ડને રજૂઆત કરીશું અને પછી યોગ્ય નિર્ણય લઇશું. બીજી તરફકોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થતા ભાજપે પ્રહાર કર્યા હતા. રાજકોટ ભાજપે કહ્યુ કે, કોંગ્રેસમાં મેનેજમેન્ટનો અભાવ જ કહી શકું. જે કઇ ચૂંટણી પંચની ગાઇડલાઇન અને નિયમો છે તેનો ખ્યાલ હોવો જોઇએ. આ કેટલી ગંભીર બાબત કહેવાય. તમે જોઇ શકો છો કે 100 વર્ષ જૂની પાર્ટી રહી ચુકેલી કોંગ્રેસની શું હાલત છે. Congress two candidate forms canceled

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat