Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ : માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખીયાએ કારમાં જ ગટગટાવી દીધી ઝેરી દવા

રાજકોટ : માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખીયાએ કારમાં જ ગટગટાવી દીધી ઝેરી દવા

0
2

રાજકોટ : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના પુત્ર જીતેન્દ્ર દેવરાજભાઈ સખીયાએ બુધવારે બપોરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ નિવેદન લેવા ગઈ ત્યારે તેઓ બેભાન હોવાથી પુછપરછ થઈ શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, જીતેન્દ્ર સખીયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે. ઘટનાની જાણ થતા ડી. કે. સખીયાના મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. ત્યારે બીજી બાજુ સંબંધીઓ સ્ટ્રેસને કારણે આ પગલુ ભર્યાનું પોલીસને જણાવ્યું હતુ.

ઝેરી દવા પીધા બાદ ઉલ્ટીઓ થઇ હતી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ માર્કેટીંગ યાર્ડના 55 વર્ષના ડિરેકટર જીતેન્દ્રભાઈ સખીયાએ બુધવારે બપોરે કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બાદમાં તે નાના મવા રોડ પર આવેલા રાજ રેસીડેન્સી સ્થિત પોતાના ઘરે ગયા હતા. જયાં ઉલ્ટીઓ શરૂ થતા પરીવારજનોને જાણ થઈ હતી. જેથી તેમને તાત્કાકિલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં ત્યાં આવી ગયા હતા.

આપઘાતનું કારણ અકબંધ

પ્રાથમિક તારણ પ્રમાણે, પારિવારિક સંબંધોમાં મનદુખ રહેતું હોવાથી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી બાજુ સંબંધીઓ સ્ટ્રેસને કારણે આ પગલુ ભર્યાનું પોલીસને જણાવ્યું હતુ. જોકે, તાલુકા પોલીસે સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રની સગાઇ બાદ લીધું આ પગલું

પોલીસને તપાસ કરતા એવી માહિતી મળી હતી કે, જીતેન્દ્રભાઈના પુત્રની ગઈકાલે સગાઇ હતી. જેમાં ભાઈ સહિતના પરિવારજનો હાજર નહી રહેતા લાગી આવતા આ પગલુ ભર્યું હતુ. જોકે, આ પગલુ ભરવા પાછળનું સાચુ કારણ જીતેન્દ્રભાઈ ભાનમાં આવ્યા બાદ જ જાણી શકાશે.

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર

તાજેતરમાં જ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જીતેન્દ્રને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, જીતેન્દ્રની જીત થઈ હતી. ડી.કે. સખીયા રાજકોટ માર્કેટ યાર્ડમાં અગાઉ ચેરમેન પદે રહી ચૂક્યા છે. કહેવામા આવે છે કે, રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાએ તેમના પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat