Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કેશોદ બાદ રાજકોટની સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી, આચાર્ય સહિત 3 લોકો સંક્રમિત

કેશોદ બાદ રાજકોટની સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી, આચાર્ય સહિત 3 લોકો સંક્રમિત

0
223

રાજકોટ: કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ છે. કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા આચાર્ય સહિત 3 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્કૂલમાં કોરોના આવતા ત્રણેય કર્મીએ પોતાને હોમ આઇસોલેટ કરી લીધા હતા અને પોતાના સંપર્કમાં આવનારા તમામ લોકોને ટેસ્ટ કરવા જણાવ્યુ હતું.

વિદ્યાર્થિનીઓમાં ફફડાટ

રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના આચાર્ય અને 3 કર્મી કોરોનાથી સંક્રમિત થતા આ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ તેમજ તેમના પરિવારજનો ચિંતિંત બન્યા છે. ધોરણ-10 અને 12ના ક્લાસ ચાલુ થયા છે ત્યારે આચાર્ય જ કોરોનાથી સંક્રમિત થતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ: કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આ પહેલા જૂનાગઢના કેશોદની એક સ્કૂલમાં એક સાથે 11 વિદ્યાર્થિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કેએ વણપરિયા સ્કૂલમાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક વહીવટી તંત્ર દોડતુ થયુ છે. જામનગરના જોડિયામાં પણ એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા બાદ શિક્ષણાધિકારીએ શિક્ષણ કાર્ય બંધ કરવાના આદેશ આપ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9