Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ અગ્નિકાંડ SITની તપાસમાં ખુલાસો: હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ બંધ હતો, 5 ડોક્ટર સામે ફરિયાદ

રાજકોટ અગ્નિકાંડ SITની તપાસમાં ખુલાસો: હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ બંધ હતો, 5 ડોક્ટર સામે ફરિયાદ

0
76

રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં SITની તપાસમાં મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં આગ બેદરકારીને કારણે તેમજ ઇમરજન્સી દરવાજો બંધ હોવાને કારણે લાગી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ મામલે પાંચ ડોક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Rajkot Hospital Fire

SITની તપાસમાં હોસ્પિટલમાં આગ મામલે અનેક ખુલાસા થયા છે. હોસ્પિટલમાં ICU વોર્ડનું ઇમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલ હોવાનું જાણવા મળ્યુ છે. આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ના હોવાને કારણે ધુમાડો થયો હતો, સેનેટાઇઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો નહતો, ફક્ત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલ હતા ત્યા કોઇ પણ જાતના ફાયર સાઇન બોર્ડ કે અન્ય કોઇ રીફ્લેક્ટર દ્વારા ઇમરજન્સી એક્ઝીટ દર્શાવેલ નહતું. આઇસીયુના દરવાજાની પહોળાઇ ત્રણ ફુટ ચાર ઇંચ જેટલી હતી. આઇસીયુ પાસે રાખવામાં આવેલા ફાયર એસ્ટીગ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શક્યો નહતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1564 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 11 દર્દીના મોત

ફરજ પરના મેડીકલ સ્ટાફ હોસ્પિટલ સંચાલક દ્વારા ફાયર ફાઇટિંગ કે ઇમરજન્સી રેસક્યુ અંગેની તાલીમ આપવામાં આવેલ નહતી, ઇવેક્યુએશન પ્લાન બનાવવામાં આવેલ નહતો, ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમની વ્યવસ્થા નહતી. NBC તથા NABH & FIRE SAFETYની ગાઇડ લાઇનનું પાલન થતુ ન હોય વગેરે પ્રકારની ગંભીર બેદરકારી તપાસ દરમિયાન હોસ્પિટલના સંચાલકોની જણાઇ આવતા અને તેવી ગંભીર બેદરકારીના કારણે પાંચ દર્દીના મૃત્યુ થયા હતા. આ મામલે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનું સંચાલન કરતા ડૉ. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા કે જેઓએ હોસ્પિટલની મંજુરી મહાનગરપાલિકા પાસેથી મેળવે છે તે તથા ડૉ. તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ, ડૉ. દિગ્વિજય સિંહ જાડેજા વિરૂદ્ધ ઇપીકો કલમ 304 (અ), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. રીપોર્ટ આવ્યા બાદ અટક કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇંસ્પેક્ટર જેવી ધોળાને સોપવામાં આવી છે. Rajkot Hospital Fire

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9