-
નાઈટ ડ્યુટી કરી ઘરે પરત આવી રહી હતી તે વેળા થયો અકસ્માત
-
દિકરીને તેડવા માટે પિતા તેને હોસ્પિટલ ગયા હતા
રાજકોટના મેટોડા ખાતે ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલા પિતા અને પુત્રીને અડફેટે લેતા પુત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને પિતાને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના ખિરાસરમાં રહેતી અને રાજકોટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહેલ યુવતિ રાત્રિ ડ્યુટી કરી પોતાના પિતા સાથે ઘરે પરત જઈ રહી હતી. ત્યારે પુત્રી સ્વીટી સંજયભાઈ મહંતો(ઉ.વ.19) અને પિતા સંજયભાઈ સિતારામ મહંતો (ઉં.વ.55)ને મેટોડા રોડ પર ટ્રક ચાલકે બન્નેને અડફેટે લીધા હતા. જેથી નર્સ પુત્રીને ગંભીરઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેના પિતાને ગંભીરઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
આ બનાવને લઈ પોલીસે અક્સમાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, ઈજાગ્રસ્ત સંજયભાઈ તે મુળ બિહારના વતની છે, વર્ષોથી અહિં સ્થાયી થયા છે. સ્વીટી બે બહેન અને એક ભાઇમાં નાની તથા પરિવાર માટે આધારસ્તંભ હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.