Gujarat Exclusive > Breaking > BREAKING: અમદાવાદ પછી રાજકોટમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા

BREAKING: અમદાવાદ પછી રાજકોટમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા

0
130

અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂ પછી રાજકોટમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા ચાલી રહી છે. રાજકોટના કલેક્ટર રમ્યા મોહને આ નિવેદન આપ્યુ છે. રાજકોટના કલેક્ટરે જણાવ્યુ કે તંત્ર તરફથી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2 હજાર બેડ ખાલી છે. રાજકોટના નાગરિકોએ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. રાજકોટના કલેક્ટરે લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. આજ સાંજ સુધી તંત્ર કરફ્યૂ અંગે નિર્ણય કરી શકે છે.