Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડઃ SIT અને સચિવ કક્ષાની બે તપાસ થશે

રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડઃ SIT અને સચિવ કક્ષાની બે તપાસ થશે

0
92

હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ કરવા રાજકોટ પોલીસ કમિશ્નરે મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ SIT રચી

રાજકોટઃ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલા અગ્નિકાંડ (Rajkot Covid Hospital fire)અંગે બે પ્રકારની તપાસ થશે. એક તપાસ સચિવ કક્ષાની થશે. આ તપાસ પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણના અધિક સચિવ એ.કે. રાકેશ કરશે. તેઓને આ માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજી તપાસ પોલીસ કમિશ્નર અગ્રવાલ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરશે. ગાંધીનગરથી રાજ્ય સરકારે બનાવેલી ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

આ SITના વડા તરીકે મનોહરસિંહ જાડેજા છે. રાજ્ય સરકારે રાજકોટના અગ્નિકાંડની (Rajkot Covid Hospital fire)ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય રાજકોટ અને અન્ય શહેરોની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી વધારે તીવ્ર બની છે.

આ પણ વાંચોઃ રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

સુપ્રીમ કોર્ટે આગની દુર્ઘટનાને લઈને આપમેળે (સ્યુઓ મોટો) જ સક્રિય (Rajkot Covid Hospital fire)થઈને રાજ્ય સરકારને આ અંગે ફટકાર લગાવી છે. તેણે કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી છે કે આ અંગેની પરિસ્થિતિ કે આ મોરચે સધાયેલી પ્રગતિના સંદર્ભમાં મંગળવાર સુધીનો રિપોર્ટ મળી જવો જોઈએ. તેણે કહ્યું હતું કે એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં પણ લોકોના જીવ કેમ ન બચાવી શકાયા. આવું વારંવાર કેમ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ અંગે જોડે બેસીને વિચારવું જોઈએ. આ ઘટનાના દોષિતો સામે પગલા લેવાશે.

સુપ્રીમ કોર્ટે આ સિવાય સવાલ ઉઠાવ્યો છે કે આગ સામે સંરક્ષણના સાધનો (Rajkot Covid Hospital fire)હોસ્પિટલમાં કેમ ન હતા. જો સાધનો પૂરતા પ્રમાણમાં હતા તો પછી તેનો ઉપયોગ કેમ ન થયો. આ પ્રકારના વિવિધ સવાલો સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા છે. આ ઉપરાંત ગાંધનગરની ટીમ તપાસ માટે કોરોના હોસ્પિટલ પહોંચી છે.

રાજકોટના આ અગ્નિકાંડની(Rajkot Covid Hospital fire) તપાસ સચિવ કક્ષના અધિકારીઓ કરશે. કોર્ટે જણાવ્યું છે કે તંત્ર દોષિતો સામે કોઈ પગલાં ભરશે કે નહીં કે પછી તે ઢીલું જ છોડી દેશે. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 33 દર્દી હતા, આઇસીયુમાં લાગેલી આગમાં આઇસીયુના કુલ 11 દર્દીમાંથી પાંચના મોત થયા છે. તાજેતરના સમયમાં હોસ્પિટલોમાં આગની ઘટના વારંવાર બનતી રહી છે. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો હતો. તેમા પણ આઠના મોત થયા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9