Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કોરોના કાળમાં રાજકોટ સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સફળ પ્રસુતિ

કોરોના કાળમાં રાજકોટ સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સફળ પ્રસુતિ

0
178
  • ગુજરાતમાં ગઇ કાલ સાંજે કોરોનાના નવા 1400 કેસ સામે આવ્યાં
  • રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓની પ્રસુતિ
  • 13 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પદ્ધતિ દ્વારા કરાઇ

રાજકોટ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જ થતો જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાજ્યમાં 1400થી પણ વધુ કેસો નોંધાયા હતાં. એવામાં રાજકોટમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ (rajkot corona) ના કોવિડ વોર્ડના મેટરનિટી વિભાગમાં કુલ 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી. જેમાંથી 15 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરવામાં આવી. જેમાં 13 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પદ્ધતિ દ્વારા કરવામાં આવી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ (rajkot corona) ના મેટરનિટી વિભાગમાં જે 81 સગર્ભાઓને દાખલ કરવામાં આવી છે તેઓ કોરોના સામે ઝઝૂમી રહી છે. આ સાથે જ તેઓ થાઇરોડ, ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, બી.પી.સહિતની બીમારીઓથી પીડાઈ રહી છે અને તેમની ડૉક્ટરોએ સફળ પ્રસુતિ પણ કરાવી છે. આ કિસ્સાઓમાં એક મહિલાએ તો પોણા ચાર કિલોના તંદુરસ્ત બાળકને પણ જન્મ આપ્યો છે.

આ પણ વાંચો: ધ્રૂજતી ધરાઃ વલસાડ, ભચાઉ અને જામનગરમાં ભૂકંપના આંચકા

રાજકોટ સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં એક અલગ ઓપરેશન થિયેટર બનાવાયું (rajkot corona)

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 જેટલી કોવિડ પોઝિટિવ (rajkot corona) સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 15 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં 13 કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પદ્ધતિ દ્વારા કરવામાં આવી.

અત્રે નોંધનીય છે કે રાજકોટ સિવિલમાં કોવિડ (rajkot corona) બિલ્ડીંગમાં એક અલગ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર કોરોના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટમાં જ આવી સુવિધા છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનિટરીંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. આ ઓપરેશન થિયેટરમાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. જે પૈકી 13 જેટલા સિઝેરીયન કરવામાં આવ્યાં.

આ પણ વાંચો:  અમદાવાદનો આ બ્રિજ બન્યો નવો સુસાઇડ પોઇન્ટ