રાજકોટ: જીવલેણ કોરોના વાઈરસ ફરીથી ભારતમાં માથું ઊંચકી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે તકેદારીના ભાગરૂપે આકરા પગલા લીધા છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થવા સાથે જ નવા કોરોના પોઝિટિવ કેસોમાં અચાનક વધારો થઈ રહ્યો છે. Rajkot Corona Cases
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં મતદાન પહેલા જે કોરોનાના કેસ આવતા હતા તેમાં હવે વધારો થઈ રહ્યો છે. આમ ચૂંટણી બાદ કોરોનાના કેસ વધશે તેવી હેલ્થ એક્સપર્ટોની ધારણા આખરે સાચી પડી છે. ગઈ કાલે રાજકોટ શહેરમાં 16 અને જિલ્લામાં 6 મળીને કુલ 22 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Rajkot Corona Cases
જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ સરેઆમ કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ચૂંટણી સભાઓમાં નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક વિના જોવા મળ્યા હતા. આટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પર કરવામાં આવતું નહતું. Rajkot Corona Cases
આ પણ વાંચો: અમદાવાદ: પાટીદારોના પ્રભુત્વવાળા વોર્ડમાં ઓછું મતદાન, ખાડિયામાં સૌથી વધુ 47.87% વોટિંગ Rajkot Corona Cases
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ વડોદરામાં જનસભા સંબોધવા દરમિયાન ઢળી પડ્યા હતા. જે બાદ તેમનો રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આથી તેમને સારવાર માટે અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ મુખ્યમંત્રીનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ગઈકાલે મતદાન કર્યાં બાદ તેઓ રાજકોટમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે.
બીજી તરફ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પણ મતદાન બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેના પરિણામે અમદાવાદમાં ઠેર-ઠેર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરવામાં આવ્યા છે. શહેરના જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક કોરોના ટેસ્ટિંગ ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં કોરોના ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યાં છે. Rajkot Corona Cases