Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સીએમ રૂપાણીના હોમટાઉનમાં 24 કલાકમાં 15 લોકોના મોત

સીએમ રૂપાણીના હોમટાઉનમાં 24 કલાકમાં 15 લોકોના મોત

0
198

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્ર પણ હરકતમાં જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. સુરત બાદ રાજકોટમાં કોરોનાનો કહેર સામે આવી રહ્યો છે. કોરોના વાયરસના કારણે રાજકોટમાં 15 દર્દીઓના મોતથી તંત્ર હરકતમાં આવી ગયું છે.

સીએમ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજકોટ શહેર અને જિલ્લામાં દરરોજના 150 આસપાસ કેસ આવી રહ્યા છે તો બીજી બાજુ મોતના આંકડા પણ ચિંતાજનક છે ત્યારે તંત્ર ક્યારે કોરોના સામે જંગ જીતવા કવાયત હાથ ધરી છે.

રોજકોટમાં લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, ક્યાંક ને ક્યાંક રાજકોટમાં કોરોનાનાં આંકડાઓમાં ઢકપિછોડો કરવામાં આવી રહ્યો છે. તો વિપક્ષ પણ કહી રહ્યું છે કે, રાજકોટ તંત્ર દ્વારા કોરોનાનાં આંકડામાં ગોલમાલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં, નીતિન પટેલનું મોટું નિવેદન

બીજી બાજૂ રાજકોટમાં કોરોના કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 15 દર્દીના મોત થયા છે. આ 15 દર્દીના ડેથ ઓડિટ કમિટી અંતિમ નિર્ણય કરશે. તમને જણાવી દઇએ કે, ગઇકાલે 8 મોત પૈકી 1 મોત કોવિડના કારણે થયા હોવાનો ડેથ ઓડિટ કમીટીનો રિપોર્ટ સોંપ્યો હતો.

રાજકોટમાં કોરોના મહામારી ખુબ જ વકરી રહી છે. અહિં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ સતત પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.

કોરોના કાળમાં ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં, નીતિન પટેલનું મોટું નિવેદન

હવે આગામી ટૂંક સમયમાં જ નવરાત્રિ આવવા જઇ રહી છે. ત્યારે ડે.સીએમ નીતિન પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, “કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. આ વર્ષે નવરાત્રિનાં આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. રાજ્યમાં મોટા ગરબાના આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી દેખાતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અગાઉ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.”

આ પણ વાંચો: કોવિડ-19 રાહત પેકેજઃ ગુજરાતને કેન્દ્રએ 85 કરોડની ચૂકવણી કરવાની બાકી

નવરાત્રિ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ગ્રામીણ કક્ષાએ કે શહેરોમાં શેરી ગરબા સંદર્ભે કેવી રીતે પરવાનગી આપીને મંજૂરી આપવી તે મુદ્દે હાલમાં કોઈ નિર્ણય નથી કર્યો. ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા મને જણાતી નથી.” મહત્વનું છે કે કોરોના કાળમાં નવરાત્રિને લઈને ખૈલેયાઓ કોગડોળે રાહ જોઈ રહ્યાં છે. ત્યારે નીતિન પટેલનું આ નિવેદન ખેલૈયાઓ માટે એક પ્રકારના માઠા સમાચાર કહી શકાય.