રાજકોટ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપ ફરીથી કબ્જો જમાવવા જઈ રહી છે. રાજકોટમાં પણ કોંગ્રેસનું અત્યાર સુધીનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. જેને પગલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી પોતાનું રાજીનામું આપી દીધુ છે. Rajkot Congress
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પાર્ટીની હાર સ્વીકારતા જણાવ્યું છે કે, પ્રજાનો ચુકાદો માથે ચઢાવું છે. આ સાથે જ તેમણે વહીવટી તંત્રના દુરુપયોગનો આક્ષેપ કરવા સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની 72 બેઠકો પર ગત રવિવારે 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતુ. જેની આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં બેઠકોનો ટ્રેન્ડ જોઈએ તો, 56 બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. 14 વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ છે. રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 6, 7, 8, 9, 10, 13 અને 16માં ભાજપની પેનલ જીતી ગઈ છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન, મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબ્જો Rajkot Congress
ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યું છે. જેમાં રાજકોટમાં 2005થી ભાજપનો કબ્જો છે. રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના રૂચીતાબેન જોશીને 8600 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર 11 મતે વિજય થયો હતો. Rajkot Congress