Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં ચૂંટણી પહેલા જ EVMનું ભૂત ધુણ્યું, ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ

રાજકોટમાં ચૂંટણી પહેલા જ EVMનું ભૂત ધુણ્યું, ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ

0
72
  • EVMમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન મોટું અને ઘાટુ હોવાથી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
  • કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાર ભાળી ગઈ હોવાથી ખોટા આક્ષેપો કરે છે

રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે દરેક રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ EVM પર લગાવામાં આવેલા ભાજપના ચૂંટણી ચિહ્નને લઈને વાંધો ઉઠાવ્યો છે. EVM Tampering

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં (EVM)માં ભાજપના સિમ્બોલને મોટો રાખવામાં આવ્યો છે. આટલું જ નહીં ભાજપના ચિહ્નને વધારે ઘાટુ રાખવામાં આવ્યું છે. જેથી મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓની પ્રથમ નજર ભાજપના સિમ્બોલ પર પડે. EVM Tampering

આ પણ વાંચો:  ત્રિપુરા CMનો દાવો- ‘અમિત શાહ હવે નેપાળ અને શ્રીલંકામાં પણ બનાવશે ભાજપની સરકાર’ EVM Tampering

જો કે ભાજપે કોંગ્રેસના તમામ આરોપોને વખોડી નાંખતા જણાવ્યું છે કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પોતાની હાર ભાળી ગઈ છે. આથી આવા પાયાવિહોણા આરોપ મૂકી રહી છે. ચૂંટણી પંચ સ્વતંત્ર હોય છે અને તેનું તમામ સાહિત્ય સરકારી ઓફિસમાં છપાય છે. EVM Tampering

જણાવી દઈએ કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આગામી 21 તારીખે મતદાન યોજાવાનું છે. જેને લઈને રવિવારે તમામ પાર્ટીના નેતાઓને ચૂંટણી અધિકારી દ્વારા વોટિંગ મશીનના ડેમો માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના હેમાંગ વસાવડા પણ પહોંચ્યા હતા. જેમણે વોટિંગ મશીનમાં ભાજપનું સિમ્બોલ મોટું અને વધારે ઘાટ્ટું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ તરફથી આ મામલે ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. (ફાઈલ ફોટો)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat