Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > મુખ્યમંત્રીના હોમ ડિસ્ટ્રિક્ટ રાજકોટ કલેક્ટર રમ્યા મોહન કોરોના પોઝિટિવ

મુખ્યમંત્રીના હોમ ડિસ્ટ્રિક્ટ રાજકોટ કલેક્ટર રમ્યા મોહન કોરોના પોઝિટિવ

0
345
  • રાજકોટ જિલ્લા કલેક્ટર રમ્યા મોહન કોરોના પોઝિટિવ

  • ત્રીજા મહિલા IAS અધિકારી આવ્યા કોરોના પોઝિટિવ

  • સુરતના મહિલા DCP વિધિ ચૌધરી પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે (Rajkot Collector Remya Mohan)

રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટ જિલ્લા કલેક્ટર રમ્યા મોહન (Rajkot Collector Remya Mohan) કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેના અંગે માહિતી પણ આપી છે. રાજકોટ કલેક્ટરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં જ હોમ ક્વૉરન્ટાઇન થાય તેવી શક્યતા વધારે છે.

રાજ્યનાં ત્રીજા મહિલા IAS અધિકારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ ગાંધીનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. રતનકંવર ગઢવી પોઝિટિવ આવ્યા બાદ પ્રવાસન સચિવ મમતા વર્મા પોઝિટિવ આવ્યા હતાં. ત્યાર બાદ આ ત્રીજા મહિલા IAS અધિકારી રાજકોટ જિલ્લા કલેક્ટર રમ્યા મોહન (Rajkot Collector Remya Mohan) પોઝિટિવ આવ્યા છે. સુરત શહેરના મહિલા DCP વિધિ ચૌધરી પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.

રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે અને મૃત્યુઆંક પણ રોજના 30ની ઉપર પહોંચી ગયો છે. તેમ છતાં રાજકોટ વહીવટીતંત્ર સબસલામતના નારા લગાવી રહ્યાં છે. તેમાં રાજકોટ કલેક્ટર પોતે જ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમનો પ્રવાસ સૌરાષ્ટ્રમાંથી શરૂ કર્યો હતો. તેમના પ્રવાસ બાદ રાજકોટ ભાજપના સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી

રાજકોટ કલેક્ટર રમ્યા મોહન (Rajkot Collector Remya Mohan) નો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ આઇસોલેશનમાં જાય તેવી શક્યતા છે. રાજકોટ કલેક્ટર (Rajkot Collector Remya Mohan) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના પહેલાં થોડાં લક્ષણો દેખાવાને કારણે તેમને ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગઇ કાલે રાત્રે ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 31 ઓગસ્ટનાં રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યનાં પુરવઠા મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના સંક્રમિત થયા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં તેમના ત્રણ રિપોર્ટ નીકાળવામાં આવ્યાં છે. સોમવારે (ગઈ કાલે) સી.આર પાટીલનો બીજો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે હાલમાં જાણવા મળતી માહિતી મુજબ આવતી કાલે સી.આર પાટિલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આજે સી.આર પાટિલનો RT-PCR કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે અંગે તેઓએ ખુદ ટ્વિટ કરીને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે