Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં LLB,સાયકોલોજીનો અભ્યાસ કરેલા 3 ભાઈ બહેનો 10 વર્ષથી ઘરમાં કેદ

રાજકોટમાં LLB,સાયકોલોજીનો અભ્યાસ કરેલા 3 ભાઈ બહેનો 10 વર્ષથી ઘરમાં કેદ

0
821

રાજકોટમાં બે ભાઈ અને એક બહેન આશરે 10 વર્ષથી ઘરમાં કેદ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ત્રણ ભાઈ બહેનો પોતાની જાતે જ બંધક રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. આ માહિતી મળતા સેવા ગ્રુપની ટીમ તાત્કાલિક તેઓને ઘરની બહાર કાઢવા માટે આવી પહોંચી હતી. જો કે, તેઓની માનસિક સ્થિતિ ખરાબ હોવાની વિગતો સામે આવી રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટમાં સેવા કરનાર સેવા ગ્રુપે છેલ્લા 10 વર્ષથી એક નાની ઓરડીમાં બંધ બે ભાઈ અને એક બહેનને બહાર કાઢયા છે. જયારે આ લોકોને ઘરમાંથી બહાર કાઢવા માટે અંદર પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે તેમના ઘરમાં અને તેઓમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. આ લોકોને ઘરમાંથી બહાર લાવી તેઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. જયારે આ લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ ખુબ જ અસ્વસ્થ જોવા મળ્યા હતા અને માનસિક રીતે બીમાર થઈ ગયા હતા અને તેઓના શરીર પર છાલાઓ દેખાઈ રહ્યા હતા. ત્યાં જ ઘરમાં રહેલ મહિલા ખુબ જ અશક્ત અને જાણે તેના શરીરમાં માત્ર હાડકા જ હોય તેવું દેખાઇ રહ્યું હતું. 10 વર્ષ બાદ ઘરમાંથી બહાર લાવેલ મહિલાના માથામાં ફોડા પડી ગયા હતા અને તેના પર પાણી નાંખી તેને સ્વચ્છ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: માસ્ક પર વસૂલવામાં આવતા દંડ મામલે ગુજરાત સમગ્ર દેશમાં અવલ્લ

માનસિક સ્થિતિ ખરાબ હોવાને લીધે ભણેલ ગણેલ એક બહેન અને બે ભાઈએ પોતાની જાતને 10 વર્ષ સુધી એક જ ઘરમાં પુરી રાખ્યા હતા. તમને જાણીને નવાઇ લાગશે કે LLB , બી.કોમ અને સાયકોલોજીનું ભણેલા ભાઈ બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતા કૃત્ય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં જ ત્રણે સંતાનોના પિતાએ એવું નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે કે, મારા સંતાનો પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવેલ છે. તેમના અનુસાર નજીકના સગાઓ દ્વારા તેમના બાળકો પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, માત્ર પિતાની એક અંધશ્રદ્ધાના કારણે એક બહેન અને બે ભાઇઓ છેલ્લા 6 વર્ષથી ઘરમાં જ બંધક બની રહ્યા અને જાણે સમાજ કે દુનિયા સાથે છેડો ફાડી નાંખ્યો. છેલ્લા 10 વર્ષથી આ પરિવારને આખી દુનિયામાં શું બની રહ્યું છે તેની કોઇ જાણ જ ન હતી. પરંતુ સાથી સેવા ગ્રુપની કામગીરી બાદ હવે આ ત્રણ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9