Gujarat Exclusive > યુથ > મનોરંજન > કોરોના સામે લડવા રજનીકાંતે હેલ્થ વર્કર માટે ₹50 લાખ ડોનેટ કર્યા

કોરોના સામે લડવા રજનીકાંતે હેલ્થ વર્કર માટે ₹50 લાખ ડોનેટ કર્યા

0
353

સુપરસ્ટાર રજનીકાંતે ‘ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયન યુનિયન વર્કર્સ’ને 50 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાઈરસના રોગચાળાને કારણે બોલિવૂડ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ઠપ્પ થઈ ગઈ છે અને અત્યારે કમ્પ્લિટ લોકડાઉનની સ્થિતિમાં છે. તમામ ફિલ્મો, ટીવી શો, વેબસિરીઝ વગેરેનું શૂટિંગ બંધ થઈ ગયું છે. આને કારણે ડેઈલી વેજિસ એટલે કે રોજમદારી પર જીવતા કામદારો અત્યંત કફોડી સ્થિતિમાં આવી ગયા છે. તેમની મદદ કરવા માટે રજનીકાંતે આ ડોનેશન આપ્યું છે.

દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાવાઈરસની સ્થિતિ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. મંગળવારે સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે દેશમાં કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલાઓની સંખ્યા 519 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાએ અત્યાર સુધી ભારતમાં 10 લોકોના જીવ લઇ લીધા છે.

દુનિયાના દરેક હિસ્સામાં નોવેલ કોરોનાવાયરસના કહેર સતત વધી રહ્યું છે. આ વાયરસ દુનિયાભરમાં અત્યાર સુધી 18,900થી વધારે જીવ લઇ ચૂક્યા છે, જ્યારે આનાથી 422,800થી વધારે કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.