રાજેશભાઈ શાહ 900 યુગલને ત્યાં ગર્ભસંસ્કારમાં રહેલી આયુર્વેદિક પદ્ધતિથી પારણું બંધાવવામાં સફળ રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં શરીર શુદ્ધિકરણ, મન શુદ્ધિકરણ અને બીજ શુદ્ધિકરણની પદ્ધતિ જ્ઞાની પુરુષોએ આપેલી છે. આ ગર્ભસંસ્કાર વિજ્ઞાનને ઉપયોગ કરી અતિ ઉત્તમ આત્માને આપણા પરિવારમાં કેવી રીતે લાવી શકાય તેનું જ્ઞાન આજની પેઢી સુધી પહોંચાડતા અમદાવાદના રાજેશભાઈ શાહ મૂળ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
છ દાયકા વટાવી ચૂકનાર પાલડીમાં રહેતા રાજેશભાઈ એકાઉન્ટ અને સ્ટેટના શિક્ષણ અને ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા હતા, જેમાં સ્કૂલ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા.
પોતે સાયન્સના વિદ્યાર્થી ન હોવાથી ગર્ભધારણથી માંડી બાળકના જન્મ સુધીની આખી સાઈકલ નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને શીખનાર રાજેશભાઈ કહે છે કે, મેં જોયું કે અત્યારના વિદ્યાર્થીઓ સિગારેટ, તમાકુ અને મોબાઈલના વ્યસની થઈ ગયા છે, તેઓ શું કરી રહ્યા છે? મને યુવા પેઢીની ખૂબ ચિંતા થવા લાગી. પેરેન્ટ્સ મીટિંગમાં આ અંગે વાલીઓ સાથે ચર્ચા કરતો પણ એમની પાસે એનો કોઈ જવાબ નહોતો. છેવટે મહારાજ સાહેબ પાસે જઈને આ વિશે ચર્ચા કરતો. તેમણે મને બાળકો જન્મે ત્યારથી જ યોગ્ય સંસ્કાર મળે એ અંગે અભ્યાસ કરવા સૂચન કર્યું. એ વખતે મારી ઉંમર 45 વર્ષ હતી. હું ગુજરાત વિદ્યાપીઠમાં ગર્ભ સંસ્કાર અને નાડી તપાસતા શીખ્યો.
ગર્ભ ધારણ પહેલા બાળક ગર્ભમાં હોય ત્યારે અને જન્મ પછી ત્રણ વર્ષ દરમિયાન એમ ત્રણ તબક્કામાં ગર્ભસંસ્કારનું જ્ઞાન આપવાનું કાર્ય રાજેશભાઈ કરે છે. એનાથી બાળક અને માતા બન્ને હેલ્ધી રહે છે અને દિવ્ય બાળક જન્મે છે.
રાજેશભાઈ કોમર્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેઓએ એમ.ફીલ અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1200 નિઃસંતાન યુગલમાંથી 900 યુગલને ત્યાં ગર્ભસંસ્કારમાં રહેલી આયુર્વેદિક પદ્ધતિથી પારણું બંધાવવામાં સફળ રહ્યા છે. તેમની લાઈબ્રેરીમાં ગર્ભસંસ્કારને લગતા પાંચ હજારથી વધુ પુસ્તકો છે.
Advertisement
Advertisement
Advertisement