Gujarat Exclusive > રાજનીતિ > રાહુલ ગાંધી સાથે વાતચીતમાં રાજીવ બજાજે મોદી સરકારની કરી ટીકા, લૉકડાઉન પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધી સાથે વાતચીતમાં રાજીવ બજાજે મોદી સરકારની કરી ટીકા, લૉકડાઉન પર ઉઠાવ્યા સવાલ

0
199

નવી દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે કોરોના વાઈરસ સામે લડવા માટે ભારત સરકાર દ્વરા ભરવામાં આવેલા પગલાની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ગુરૂવારે કોરોના સંકટને લઈને થયેલી વાતચીતમાં બજાજે ભારતમાં લાગૂ લૉકડાઉનને “ડ્રેકોનિયન” દર્શાવતા કહ્યું કે, તેમણે વિશ્વના કોઈ પણ દેશોમાં આ પ્રકારના લૉકડાઉન વિશે નથી સાંભળ્યું.

રાજીવ બજાજે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે ભારતે પૂર્વની જગ્યાએ પશ્ચિમના દેશો તરફ જોયુ, જ્યારે તેની ભૌગોલિક સ્થિતિ, જન્મજાત રોગપ્રતિકારક ક્ષમતા, તાપમાન વગેરે તદ્દન અલગ જ છે. ભારતે પશ્ચિમની નકલ કરી. આપણે સખ્ત લૉકડાઉન લાગૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમા સફળ ના રહ્યા. તેણે અર્થ વ્યવસ્થાને જ ખતમ કરી દીધી. કોરોનાના કર્વના બદલે GDPના કર્વને જ ફ્લેટ કરી દીધી.

રાજીવ બજાજે કહ્યું કે, આપણે જાપાન અને સ્વીડન જેવા પગલા ભરવા જોઈતા હતા. તેઓ હર્ડ ઈમ્યૂનિટીના માર્ગે આગળ વધ્યા. એનો એ મતલબ નથી કે, જોખમ ધરાવતા લોકોને મરવા માટે છોડી દેવામાં આવે. તેનો અર્થ છે કે, સેનેટાઈઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. સ્વીડન અને જાપાને તેનું પાલન કર્યું આપણાં ત્યાં દુર્ભાગ્ય વશ હાફ લૉકડાઉન રહ્યું.

ભારતમાં લાગૂ લૉકડાઉને “ડ્રોકોનિયન” ગણાવતા રાજીવ બજાજે જણાવ્યું કે, વિશ્વમાં ક્યાંય પણ આપણા જેવું લૉકડાઉન નહતું. બાકી દેશોમાં લોકો બહાર નીકળવા અને જરૂરી સામાન ખરીદવા અથવા કોઈને મળવા માટે સ્વતંત્ર હતા. જ્યારે આપણા ત્યાં બહાર નીકળનારા લોકોને પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યા.

રાજીવ બજાજે વધુમાં જણાવ્યું કે, વિશ્વમાં રોડ અકસ્માતમાં સૌથી વધુ મોત ભારતમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વિના ગાડી ચલાવે, તો 99.9 ટકા કેસોમાં પોલીસ કશું જ નથી કરતી, પરંતુ જો કોઈ મોર્નિગ કે ઈવનિંગ વૉક પર નીકળે અથવા કોઈએ માસ્ક ના પહેર્યું હોય, તો તેવા લોકોને તમને દંડા મારો છો.

મોદી સરકારે કોરોનાના કારણે બરબાદ થયેલી અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. જો કે બજાજે આ પેકેજ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, આખરે લોકોને ડાયરેક્ટ પૈસા કેમ નથી આપવામાં આવી રહ્યા?

જૂન મહિનામાં નહીં ખુલે સ્કૂલો, વિદ્યાર્થીઓને દૂરદર્શનના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય