રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં 4.2 અને 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલના ચાંગલાંગમાં તીવ્રતા 3.5 મપાઈ હતી. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં 4.2ની તીવ્રતા રહી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર તીવ્રતા ઓછી હોવાને કારણે હાલ કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ મળ્યા નથી.
ગુરુવારે ચાંગલાંગમાં પણ ધરા ધ્રુજી હતી
Advertisement
Advertisement
અરુણાચલમાં ચાંગલાંગમાં બે દિવસ પહેલા પણ ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિ.મી. ઊંડે હતું. બપોરના બે વાગ્યે આ ભૂકંપ આવ્યું હતું. જ્યારે ભૂકંપની તીવ્રતા ૪.૨ મપાઈ હતી. જો કે કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નહોતા.
Advertisement