Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > રાજસ્થાન અકસ્માતમાં 3 ના મોત, એક વ્યક્તિનું PM મોદીએ સન્માન કર્યું હતું

રાજસ્થાન અકસ્માતમાં 3 ના મોત, એક વ્યક્તિનું PM મોદીએ સન્માન કર્યું હતું

0
153

રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને લઈ જૈન સમાજમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ભરતભાઈ કોઠારી જેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને જીવ દયા પ્રેમી તરીકે તેમનું સન્માન પણ કર્યું હતું.Rajasthan Road Accident

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનના ઝાલોદમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના ઝાલોર નજીક તેઓ કોઈ કામસર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ડીસાના ત્રણ આગેવાન વેપારીના મોત થયા છે. ત્યા જ અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારને જ્યારે અકસ્માત થયો ત્યારે કારમાં 6 લોકો સવાર હતા.Rajasthan Road Accident

આ પણ વાંચો:આબુમાં ઠંડીનો પારો 2 ડિગ્રી પર પહોંચ્યો, 31 ડિસેમ્બરને લઈ લોકોની ભારે ભીડ Rajasthan Road Accident

છેલ્લે મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે ભરતભાઇ કોઠારી સહિત રાકેશ જૈન અને વિમલ જૈનનું પણ મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9