જયપુર: આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં રાજસ્થાન સરકાર યુવાઓને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજસ્થાન સરકારે રાજ્યમાં વધતી બેરોજગારીને ઓછી કરવા માટે કેટલાક મેળા અને યોજનાઓની શરૂઆત કરી છે. ગુરુવારે ઉદયપુરમાં રોજગાર મેળો સમાપ્ત થયો હતો. હવે સરકારે એક એવી પહેલ શરૂ કરી છે જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર યુવાઓને તેમની યોગ્યતા અનુસાર ખુદ નોકરી વિશે જાણકારી આપશે.
Advertisement
Advertisement
આટલુ જ નહી સરકારે 7 કંપનીઓ સાથે એમઓયૂ પણ કર્યા છે, જે યુવાઓને વર્ષની અંદર નોકરી આપશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે ‘રાજસ્થાન સ્કીલ, એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ લિવલીહુડ’ સિંગલ વિન્ડો રજીસ્ટ્રેશન સિસ્ટમ અને જોબ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પોર્ટલ યુવાનોની સંપૂર્ણ ડિજિટલ પ્રોફાઇલિંગ માટે એક સાર્થક પહેલ છે. આ પોર્ટલ દ્વારા રાજ્યના તમામ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવશે. તમામ પ્રકારની નોકરીની તકો શોધવા અને અરજી કરવા માટે આ પ્લેટફોર્મ 365 દિવસ માટે 24×7 ઉપલબ્ધ રહેશે.
કોઇ પણ જગ્યાએથી રોજગાર માટે અરજી કરી શકશો
વન ટાઇમ રજિસ્ટ્રેશન દ્વારા રાજસીલ પોર્ટલના માધ્યમથી ડિઝિટલ આઇડી કાર્ડ પણ જાહેર કરવામાં આવશે, જેનાથી વ્યક્તિગત ડિઝિટલ પ્રોફાઇલ બનાવવામાં આવશે. આ પ્રોફાઇલનો ઉપયોગ કરી યુવા કોઇ પણ જગ્યાએથી રોજગાર માટે અરજી કરી શકશે અને પોર્ટલના માધ્યમથી યુવાઓને સમયે સમયે તેમની યોગ્યતા અનુસાર નોકરીની તકની સૂચના મળી શકશે. રાજસીલ પોર્ટલના સંચાલન અને જાળવણી માટે યસ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ કંપનીઓ સાથે MOU કરાયા
રાજસ્થાનના યુવાઓને રોજગાર આપવા માટે ચૉઇસ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ, આમધને પ્રા.લિ., ક્વેસ કૉર્પ લિ., ચેકમેટ સર્વિસેજ પ્રા.લિ., ડિઝાયર કૉર્પોરેટ સર્વિસેજ પ્રા.લિ., યસ બૈન્ક, લોહાગઢ રિસોર્ટસ પ્રા.લિ. અને રાજસ્થાન કૌશલ્ય અને આજીવિકા વિકાસ નિગમ (RSLDC) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ તમામ કંપનીઓ હવે ભવિષ્યમાં રોજગાર મેળાઓ અને અન્ય રોજગાર મેળાઓમાં યુવાનોને રોજગારી આપવા રાજ્ય સરકારને સહકાર આપશે. આ કંપનીઓ આગામી વર્ષોમાં 25 હજારથી વધુ યુવાનોને નોકરીની તકો પૂરી પાડશે.
Advertisement