Gujarat Exclusive > દેશ-વિદેશ > જળ સંકટથી જજૂમી રહ્યું છે રાજસ્થાન, ગમે ત્યારે ખતમ થઈ શકે છે ભૂગર્ભજળ

જળ સંકટથી જજૂમી રહ્યું છે રાજસ્થાન, ગમે ત્યારે ખતમ થઈ શકે છે ભૂગર્ભજળ

0
330

દેશની એકમાત્ર રણભૂમી રાજસ્થાનમાં ભૂગર્ભજળ સંકટ ચરમસીમા ઉપર છે. રાજ્યમાં ભૂગર્ભજળના 295 બ્લોકમાંથી 184 ડેન્જર ઝોનમાં આવી ચૂક્યા છે. અડધાથી વધારે રાજ્યમાં ભૂગર્ભજળ કોઈ પણ સમયે સમાપ્ત થઈ શકે છે. રાજ્યના કેટલાક ધારાસભ્ય અને પે.જળ કાર્યકર્તાઓએ તે વિશે ચિંતા વ્યક્ત કરતા વ્યક્ત કરતા કહ્યું કે, જેમ બને તેમ ઝડપી કડક પગલા લેવાની જરૂર છે.

રાજ્ય સરકારના હાલના આંકડા અનુસાર રાજ્યના 33 જિલ્લાઓમાં ભૂગર્ભજળના હિસાબે કુલ 295 બ્લોક છે, જેમાથી 184 બ્લોકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્ય સરકાર પણ તેને લઈને ચિંતિત છે.

ભૂગર્ભજળ મંત્રી બુલાકી દાસ કલ્લાએ શુક્રવારે વિધાનસભામાં કહ્યું કે, ‘રાજ્યમાં ભૂગર્ભજળની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કુલ 295 બ્લોકમાંથી માત્ર 45 બ્લોક સુરક્ષિત છે જ્યારે 184 બ્લોકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે’

વિધાનસભામાં સિંચાઈ અને ભૂગર્ભજળ વિભાગની માંગ ઉપર ચર્ચા દરમિયાન કેટલાક ધારાસભ્યોએ રાજ્યની ભૂગર્ભજળ સ્તરની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. જેસલમેરના ધારાસભ્ય રૂપારામે કહ્યુ કે, ‘ભૂગર્ભજળની સ્થિતિ ખૂબ જ દયનીય છે. રાજસ્થાનના ક્ષેત્રફળ ભારતવર્ષના 10.45 ટકા છે જ્યારે ભૂગર્ભજળની ઉપલબ્ધતા માત્ર 1.75 ટકા છે’

રૂપારામે કહ્યુ કે, રાજ્યમાં 295 બ્લોકમાંથી આજની તારીખમાં માત્ર 45 બ્લોક જે સુરક્ષિત છે, જ્યાર આવા 34 બ્લોક ક્રિટિકલ અને 28 બ્લોક સેમિક્રિટિકલ શ્રેમીમાં છે. અતિદોહિત એટલે એવા બ્લોક જ્યા આગળ જઈને ભૂગર્ભજળ ખતમ થઈ જશે તેવી સંખ્યા 183 છે. આવા બ્લોકને ડાર્કઝોન પણ કહેવામાં આવે છે કારણ કે હાલમાં જેટલું પાણી નિકાળવામાં આવે છે પરંતુ તેટલુ રિચાર્જ થતું નથી. એક રિપોર્ટ અનુસાર 2013માં આવા બ્લોકની સંખ્યા 164 હતી.

ગંગાપુરથી ધારાસભ્ય રામકેશ મીણાએ પણ સદનમાં ભૂગર્ભજળની ખરાબ સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં યોગ્ય ભૂગર્ભજળની માત્રા 1.72 ટકા છે. રાજસ્થાનમાં હંમેશા ઓછી વરસાદ થાય છે અને રાજસ્થાન પ્રદેશ ભયંકર જળ સંકટ તરફ જઈ રહ્યું છે.

ગાંધી પરિવારના નજીકના સંજય સિંહે રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ, કોંગ્રેસ છોડી ભાજપમાં થશે સામેલ

નિષ્ણાતો અનુસાર ચિંતાની વાત તે છે કે પાણીનો ઉપયોગ જેવી રીતે થઈ રહ્યું છે તેવી રીતે રિચાર્જ તે સ્તરે થઈ રહ્યું નથી. તેને લીધે જ ભૂગર્ભજળ સ્તર ધીમે-ધીમે ઓછુ થઈ રહ્યું છે. રાજ્યના જોધપુર જેવા જિલ્લામાં પાણી 165 મીટરથી પણ વધુ નીચે ગયુ છે.

જળયોદ્ધા તરીકે ઓળખાતા લક્ષ્મણ સિંહ લાપોડિયા અનુસાર, પાણીનો બગાડ ખૂબ જ થઈ રહ્યો છે. પાણીનો બગાડ રોજિંદા જીવનમાં, નિર્માણ કાર્યમાં અથવા ખેતીવાડીમાં સરકારને આ મુદ્દા ઉપર ધ્યાન દોરવું જોઈએ. સરકારે વિવેકપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે પગલા લેવા જોઈએ.

લક્ષ્મણ સિંહ અનુસાર સરકારને આ વિશે સમજી વિચારીને નીતિ લાવવી જોઈએ સાથે જ લોકોને જાગરૂત પણ કરવા જોઈએ. સિંહ અનુસાર જળ સંકટના નામ ઉપર માત્ર હાહાકાર મચાવવાથી કઈ થવાનું નથી.

ભૂગર્ભજળ મંત્રી કલ્લા અનુસાર રાજસ્થાનમાં બે તૃતિયાંસ હિસ્સો રણ હોવાથી અને સરેરાશ વરસાદ ખૂબ જ ઓછો થવાના કારણે વરસાદના પાણીની એક-એક બૂંદ બચાવવા અને બચેલા પાણીનો ઉપયોગ સાવધાની પૂર્વક અત્યનંત આવશ્યક છે.

ધારાસભ્ય રૂપારામે પણ આ સંકટ માટે ભૂગર્ભજળના બગાડને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યુ કે, 60ના દશકામાં ટ્યૂબવેલ ટેકનોલોજી આવ્યા પછી ખેડૂત હોય કે સરકાર હોય કે પછી ઉદ્યોગ બધા જ ટ્યુબવેલનો ઉપયોગ કરવા લાગ્યા છે.

તેમણે સદનમાં સલાહ આપી છે કે ભૂગર્ભજળને ભૂલી જવુ જોઈએ અને તેને રિઝર્વ માનવુ જોઈએ. તેમણે કહ્યુ કે, સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે અમારા પાસે બંધ અથવા નહેર વગરે સંસાધનોને મજબૂત બનાવવુ જોઈએ.

દેશના 100 મોટા જળાશયોમાંથી 72માં સામાન્યથી ઓછો જળ ભંડાળ
લગભગ ચોમાસાની અડધી સીઝન પૂરી થવા પર પણ દેશના 100 મોટા જળાશયોમાંથી 72માં પાણી સામાન્યથી પણ ઓછો છે. આ માહિતી સેન્ટ્રલ જળ આયોગના આંકડાઓથી સામે આવી છે.

આંકડા અનુસાર 25 જૂલાઈ સુધી ગંગા, કૃષ્ણા અને મહાનદી જેવી મોટી નદીઓમાં જળ ભંડાળની સ્થિતિ ઓછી છે. ખાસકરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ સ્થિતિ ભયજનક છે.

આધિકારીક રીતથી જૂનમાં શરૂ થયેલ ચોમાસા પછીથી દેશના કેટલાક ક્ષેત્રમાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે. મોસમ વિભાગના 36 મોસમ વિજ્ઞાન વિભાગોમાં 18થી ઓછો વરસાદ આંકવામાં આવ્યો છે, જ્યારે 15 વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો છે.

કમલનાથના ભાણા રતુલ પુરી પર એક્શન, જપ્ત થઇ 254 કરોડની બેનામી સંપત્તિ