Gujarat Exclusive > દેશ-વિદેશ > આર્થિક મંદી કેમ? RBIના પૂર્વ ગવર્નર રાજને મોદી સરકારની ભૂલ દર્શાવી

આર્થિક મંદી કેમ? RBIના પૂર્વ ગવર્નર રાજને મોદી સરકારની ભૂલ દર્શાવી

0
4816

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) એ જણાવ્યું કે, આલોચનાને લઈને ઉતાવળા વલણને કારણે સરકારે નીતિ બનાવવામાં ભૂલો કરે છે. જો આલોચના કરી રહેલા દરેક વ્યક્તિને સરતાર તરફથી કોઈ વ્યક્તિ ફોન કરીને ચૂપ કરાવશે અથવા ટ્રોલ આર્મી તે વ્યક્તિની પાછળ પડી જશે, તો મોટી સંખ્યામાં લોકો આલોચના કરવાનું બંધ કરી દેશે. જે બાદ સરકાર ત્યાં સુધી જ ખુશ રહી શકે છે, જ્યાં સુધી ખરાબ પરિણામ સામે નથી આવતા. રાજને જણાવ્યું કે, સત્યને વધારે સમય સુધી ઢાંકી ના શકાય.

RBIના પૂર્વ ગવર્નરે જણાવ્યું કે, ઐતિહાસિક ઉપલબ્ધિઓમાં ખોવાયેલા રહેવું, વિદેશી વિચારોનો વિરોધ અને વિદેશીઓને લઈને અસુરક્ષાની ભાવના આર્થિક વિકાસ પર માઠી અસર કરે છે. વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર સમિતિએ સરકારની નીતિઓ પર ચિંતા વ્યક્ત કરનાર બે સભ્યોને હટાવવાની આલોચના કરી છે.

રાજને આ બ્લોગમાં લખ્યું છે કે, સાર્વજનિક ટીકા સરકારી અધિકારીઓને સરકાર સમક્ષ સત્ય રાખવાનો અવકાશ આપે છે. રાજને જણાવ્યું કે, ઈતિહાસને સમજવો સારી વાત છે, પરંતુ તેમા ખોવાયેલા રહેવું આપણી અસુરક્ષા દર્શાવે છે.

રાજને વધુમાં જણાવ્યું કે, ઐતિહાસિક સિદ્ધીઓના કારણે હાલની સિસ્ટમને શ્રેષ્ઠ બનાવવાની પ્રક્રિયા પ્રભાવિત ના થવી જોઈએ. અગાઉ રાજને જણાવ્યું હતું કે, આર્થિક મંદી ચિંતાનો વિષય છે. આ માટે સરકારે ઉર્જા અને NBFC સેક્ટરની સમસ્યાઓનું તત્કાલ સમાધાન કરવું પડશે. આ સાથે જ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે નવા સુધારા કરવા પડશે. જો કે રાજને જણાવ્યું કે, હાલ પુરતુ તો મોટા નાણાકીય સંકટનો અંદાજો નથી, પરંતુ જો આવું થયું તો તેનું કોઈ એક કારણ નહી હોય. આ વખતે મંદી માટે અનેક સેક્ટર જવાબદાર હશે.

રાજને જણાવ્યું કે, આ સમયે ફાઈનાન્સિયલ સેક્ટરને કોઈ તકલીફ નથી. વાસ્તવમાં હાલ ઉદ્યોગ જગતમાં મંદી સાથે વૈશ્વિક રોકાણ ચિંતાનું કારણ બન્યું છે. જો આપણે તેના પર ધ્યાન નહી આપીએ, તો તે એક મોટી પરેશાની બનશે. અત્યારે મોટાભાગના દેશો વૈશ્વિક હિતો વિશે ના વિચારીને માત્ર ફાયદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એવામાં આર્થિક આધાર પર વિશ્વ એક નવા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. સરકારને ધ્યાન રાખવું પડશે કે, જૂની સમસ્યાઓને ઉકેલવાનો એ અર્થ નથી કે, ભવિષ્યમાં કોઈ નવી સમસ્યા નહીં આવે.

આર્થિક મંદીને લઈને BJP સાંસદની PM મોદીને શિખામણ