Gujarat Exclusive > દેશ-વિદેશ > તૌક્તે વાવાઝોડાને પગલે મહારાષ્ટ્રમાં 7નાં મોત,મુંબઇમાં 7 ઇંચ વરસાદ,55 ફલાઇટ રદ

તૌક્તે વાવાઝોડાને પગલે મહારાષ્ટ્રમાં 7નાં મોત,મુંબઇમાં 7 ઇંચ વરસાદ,55 ફલાઇટ રદ

0
54

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, મુંબઇમાં 115 કિમીની ઝડપે પવન ફૂંકાયો

મુંબઇઃ ગુજરાતમાં સોમવારે ત્રાટકતા પહેલાં તૌકતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વિનાશ વેર્યો હતો. સોમવારે મુંબઇ (Rain in Mumbai)માં 115 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે 7.75 ઇંચ વરસાદ ખાબક્યો હોત. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મહારાષ્ટ્રમાં વિવિધ ઘટનાઓમાં 7 લોકોનાં જ્યારે કર્ણાટકમાં 8 લોકોનાં મોત થયા. મુંબઇ એરપોર્ટથી 55 ફ્લાઇટ રદ કરવામાં આવી.

મહારાષ્ટ્રથી પ્રાપ્ત વિગત મુજબ રાયગઢમાં 3, નવી મુંબઇમાં બે સિંધુદુર્ગ અને ઉલ્લાસનગરમાં 1-1 વ્યક્તિના મોત નીપજ્યાં. સિંધુદુર્ગના આનંદવાડીમાં 7 નાવિકો સાથે બે બોટ દરિયામાં ડુબી ઊંધી વળી ગઇ હતી.

હોડી ડૂબતા 3 નાવિક લાપતા

જેમાંથી એક નાવિકનું મોત થયું હતું અને ત્રણ સુરક્ષિત બચી ગયા. પંરતુ ત્રણ નાવિક હજુ લાપતા હોવાનું જણાયું છે. જ્યાપે નવી મુંબઇમાં અને ઉલ્લાસનગરમાં વૃક્ષો પડવાને કારણે 3 લોકોનાં મોત થયા.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડુ મોડી રાત્રે 165 કિમીની સ્પીડે ગુજરાતમાં દરિયા કાંઠે ત્રાટક્યું

મુંબઇમાં ભારે પવન સાથે આશરે 7.75 ઇંચ (Rain in Mumbai), જ્યારે રાયગઢમાં 23.42 મીમી વરસાદ પડ્યો. પાલઘરમાં 13 સહિત રાયગઢમાં 1900 મકાનોને ઓછુ વત્તુ નુકસાન થયું છે. મુંબઇમાં 115 કિમીની ઝડપે પવન ફૂંકાતા એરપોર્ટ મોડી રાત્રે બંધ કરી દેવાયું હતું.

અનેક ફ્લાઇટ રદ કરાઇ છે તો કેટલીકને ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઇ નજીક મસુદ્રમાં 400 લોકો સાથેના બે માલવાહક ફસાયા છે. જેમને બચાવવા માટે નૌકાદળના 3 જહાજ મોકલી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાયું હતું.

મહારાષ્ટ્ર પહેલાં રવિવારે વાવાઝોડાની કર્ણાટકમાં 7 જિલ્લાના 121 ગામોમાં અને મધ્યપ્રદેશમાં પણ અસર જોવા મળી હતી. ત્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કર્ણાટકમાં દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ સહિત રાજ્યના સાત જિલ્લાના 121 ગામો પર તૌકતે વાવાઝોડાની અસર થઈ હતી. આ વિસ્તારોમાં 8 લોકોનાં મોત થયા. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું હતું. Rain in Mumbai

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat