Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું, વાદળછાયું વાતાવરણ સર્જાયું

ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું, વાદળછાયું વાતાવરણ સર્જાયું

0
40

ગુજરાતમાં સાઇક્લોનિકલ સ્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે કેટલાક હિસ્સાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી આપી છે. ત્યારે આજે સાંજે અચાનક ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં બદલો આવેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 29 એપ્રીલથી 3 મે દરમિયાન સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી નડિયાદ સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે જિલ્લાનાં કેટલાક પંથકમાં કમોસમી માવઠું પણ પડી ચુક્યું છે.

યાત્રાધામ ડાકોરમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. જે વરસાદે રોજ ભીંજવી દીધા હતા. સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે જિલ્લાનાં અમુક પંથકમાં વાદલછાયુંવાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં પણ ચિંતા પેઠી છે. જો કે હવામાન વિભાગનાં અનુસાર આગામી ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વાવાઝોડાની આગાહી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડું ફુંકાવાની શક્યતા છે.
આ આગાહીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે અને તેની સાથે અમદાવાદ,ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat