Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વરસાદે જતાં-જતાં પણ આંટો માર્યો, જાણો અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં વરસાદ

વરસાદે જતાં-જતાં પણ આંટો માર્યો, જાણો અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં વરસાદ

0
189

અમદાવાદઃ ચોમાસાની વિદાય થાય તે પહેલા વરસાદે (rain-ahmedabad) વધુ એક રાઉન્ડ શહેરમાં મારી લીધો છે. સમી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતુ અને કેટલાક વિસ્તારોમાં હળવો તો અમુક જગ્યાએ ઝાપટા (rain-ahmedabad)પડ્યા હતા.

ક્યાં-ક્યાં વરસાદ

અમદાવાદના સાયન્સ સિટી, ગોતા, એસ જી હાઇવે, જીએમડીસી ગ્રાઉન્ડ, બાપુનગર, પાંજરાપોળ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ (rain-ahmedabad) પડ્યો હતો. વરસાદ પડતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી. રાત્રે પણ વરસાદ હળવી લટાર મારી જાય તેવી સંભાવના છે, કારણ કે હજી પણ ઠંડો પવન વાઈ રહ્યો છે.

ચોમાસાની વિદાય

સૂત્રોના જણાવ્યા મુજબ હવે ચોમાસાની(rain-ahmedabad) વિદાયના ઉજળા સંજોગો બની રહ્યા છે. તે ઓક્ટોબરનો પ્રારંભ થવાની સાથે (Monsoon) વિદાય લે તેવી પૂરી સંભાવના છે. 30 સપ્ટેમ્બર સુધી કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રમાં સવારમાં ભેજનું પ્રમાણ ઘટ્યુ છે.

હવામાન ખાના સૂત્રો મુજબ વરસાદનું કારણ રાજસ્થાન પર હવાનું સાઇક્લોનિક સરક્યુલેશન હતુ. તેના લીધે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વાદળો છવાયેલા હતા અને ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.

આગમન કેરળથી વિદાય કચ્છથી

દેશમાં ચોમાસાનું (rain-ahmedabad)આગમન કેરળથી (Keral) થાય છે અને વિદાય પશ્ચિમે કચ્છ (kutchh)અને રાજસ્થાનથી (Rajasthan) શરૂ થાય છે. તેથી છેલ્લા વરસાદ સાથે માનવામાં આવે છે કે રાજ્યમાં વરસાદે છેલ્લો રાઉન્ડ મારી લીધો છે. આગામી સમયમાં દરરોજનું તાપમાન વધે તેમ માનવામાં આવે છે.

આ વખતે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તેના લીધે રાજ્યના મોટાભાગના બંધ છલકાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો નર્મદા બંધ પણ છલકાઈ જતા સમગ્ર રાજ્યને આગામી બે વર્ષ સુધી પાણીની કોઈ તકલીફ નહી પડે તેમ મનાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બંધને પૂરેપૂરો ભરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી નર્મદા બંધ આ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ વખત પૂરેપૂરો ભરાયો છે.