Gujarat Exclusive > આપણી જરૂરિયાત > હવે ગરીબ પણ કરશે AC ટ્રેનમાં સફર; જનરલ ડબ્બાને એસી કોચમાં બદલવાની તૈયારીમાં રેલ્વે

હવે ગરીબ પણ કરશે AC ટ્રેનમાં સફર; જનરલ ડબ્બાને એસી કોચમાં બદલવાની તૈયારીમાં રેલ્વે

0
62

નવી દિલ્હી: ટ્રેનના જનરલ કોચમાં સફર કરનારા મુસાફરો માટે રાહત ભર્યા સમાચાર છે. જો બધુ બરાબર રહ્યુ તો મુસાફરોને ઓછા પૈસામાં જ એસી કોચમાં સફરનો આનંદ મળી શકે છે. કારણ કે રેલ્વે જનરલ કોચને એસી કંપાર્ટમેન્ટમાં બદલવાની તૈયારીમાં છે. રેલ્વે લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચ એટલે સામાન્ય ડબ્બાને એસી ડબ્બામાં બદલવાનો વિકલ્પ શોધી રહ્યુ છે, જેથી તે મુસાફરોને આરામ દાયક સફર પ્રદાન કરી શકાય જે વધુ ભાડુ આપવામાં સક્ષમ નથી.

એસી ડબ્બામાં 100-120 મુસાફરોના બેસવાની વ્યવસ્થા હશે અને સામાન્ય લોકો આ ડબ્બામાં મુસાફરી કરી શકશે, માટે ભાડુ ઘણુ ઓછુ હશે. આ ડબ્બા પુરી રીતે આરક્ષિત હશે અને તેમાં બંધ થતા દરવાજા હશે. રેલ્વે મંત્રાલયમાં આ યોજના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.પહેલા એસી જનરલ ક્લાસના કોચનું નિર્માણ પંજાબના કપૂરથલામાં રેલ્વે કોચ ફેક્ટરીમાં કરવાની સંભાવના છે.

જોકે, રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનોને છોડીને તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારીથી પહેલા અનારક્ષિત સામાન્ય ડબ્બા હતા. અધિકારીઓએ કહ્યુ કે જો સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં એસી કોચમાં આરામની મુસાફરી મળી શકે તો આ રેલ્વેની પ્રાથમિકતા હોવી જોઇએ.

તાજેતરમાં રેલ્વેએ સ્લીપર ક્લાસના ડબ્બામાં યાત્રા કરવાનો વિકલ્પ પસંદ કરનારા યાત્રીઓ માટે એસી-3 ટિયરથી ઓછુ ભાડુ એસી ઇકોનોમીક્લાસ કોચની રજૂઆત કરી છે. રેલ્વેએ એક ઓલ-એસી ઇકોનોમી ટ્રેનની પ્રથમ સેવા પણ શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે જો રેલ્વેની યોજના સફળ થાય છે તો આમ આદમીને ઓછા પૈસામાં જ એસીનો આનંદ મળી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat