જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ટ્રેનની ટિકિટ જરૂર લેવી જોઇએ, નહી તો પકડાવવા પર તમારે દંડ ભરવો પડી શકે છે. ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ધ્યાન રાખો કે તમે રેલ્વેના નિયમોનું ઉલ્લંઘન તો નથી કરી રહ્યા. મહત્વપૂર્ણ છે કે ટ્રેનમાં વગર ટિકિટ અને ગેરકાયદેસર યાત્રાને રોકવાના ઉદ્દેશ્યથી નૉર્થઇસ્ટ ફ્રંટિયર રેલ્વે નિયમિત રીતે ટિકિટ તપાસ અભિયાન ચલાવી રહ્યુ છે. નૉર્થઇસ્ટ ફ્રંટિયર રેલ્વેની ટિકિટ ચેકિંગ ટીમે વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલથી લઇને ઓગસ્ટ સુધીના સમય દરમિયાન કેટલાક ટિકિટ ચેકિંગ અભિયાન આયોજિત કર્યા છે, જેમાં 29.86 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવી ચુક્યો છે.
Advertisement
Advertisement
આઠ દિવસમાં પકડાયા 547 મુસાફર
ભારતીય રેલ્વે અનુસાર નૉર્થ ઇસ્ટ ફ્રંટિયર રેલ્વેએ વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરનારા મુસાફરો વિરૂદ્ધ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ઝોનના અલગ અલગ રેલ્વે સ્ટેશનો પર એક સ્પેશ્યલ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ છે. આ અભિયાન દરમિયાન અધિકારીઓએ 547 મુસાફરોને પકડવામાં આવ્યા છે, જે વગર ટિકિટ મુસાફરી કરી રહ્યા હતા અથવા તેમની પાસ અનિયમિત ટિકિટ હતી. નૉર્થ ઇસ્ટ ફ્રંટિયર રેલ્વેએ આ 547 મુસાફરો પાસેથી દંડના રૂપમાં 4.09 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો છે, જેનાથી મુસાફરોએ ભારે માત્રામાં દંડ ભરવો પડશે.
એપ્રિલથી ઓગસ્ટ સુધી 29.86 કરોડ રૂપિયા
નૉર્થ ઇસ્ટ ફ્રંટિયર રેલ્વે અનુસાર આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ટિકિટ વગક મુસાફરી કરનારા 3,75,031 કેસ પકડાયા છે, જેનાથી દંડના રૂપમાં 29.86 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
Advertisement