Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ

આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ

0
644

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા આજથી સ્પેશિયલ એસી ટ્રેન અને નોન એસી ટ્રેનો માટે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલા 1.70 લાખ કોમન સર્વિસ સેન્ટર અને અધિકૃત એજન્ટો દ્વારા પણ ટિકિટ બુક કરાવવામાં આવી શકશે. રેલ મંત્રાલયે ગુરૂવારે મોડી સાંજે આ બાબતે આદેશ આપ્યો છે.

દેશના વિભિન્ન રેલ ઝોન આ વિશે પ્રોટોકોલ અને સમય નક્કી કરશે, જે સ્થાનિક સ્થિતિઓના આધારે નક્કી કરવામાં આવશે. રેલ મંત્રાલયની જાણકારી મુજબ, શુક્રવારથી એસી સ્પેશિયલ ટ્રેનો અને 1 જૂનથી શરૂ થનારી નોન એસી ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ સાથે હવે દેશભરના રિઝર્વેશન સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ટિકિટ બુક કરાવી શકશો.

જણાવી દઈએ કે, રેલવેએ 25 માર્ચથી પ્રેસેન્જટ ટ્રેનો સેવાને બંધ કરી હતી. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે, ટિકિટ બુકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ માટે સબંધિત રેલવે ઝોન વ્યવસ્થા કરશે.

ગુજરાતમાં ક્યાં-ક્યાંથી બુક કરાવી શકશો ટિકિટ?
ગુજરાતમાં પણ આજથી રેલવે ટિકિટ માટેના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સાબરમતી, ભૂજ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા અને વિરમગામ રેલવે સ્ટેશન પર આવેલા રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકશો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોંગ્રેસમાં કકળાટ: પ્રિયંકા ગાંધીની વિશ્વાસુ અદિતિ સિંહના બળવા પાછળની ઈનસાઈડ સ્ટોરી