Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જમાલપુર વ્હોરવાડમાં કોરોનાના 19 કેસ સામે આવતા તંત્ર હરકતમાં

જમાલપુર વ્હોરવાડમાં કોરોનાના 19 કેસ સામે આવતા તંત્ર હરકતમાં

0
563

શાહબાઝ શેખ, અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલમાં આવેલી સફલ-1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટવ કેસ એકસાથે આવતા તંત્ર દોડથું થઇ ગયું છે. ત્યારે રાયખડ વ્હોરવાડામાં કોરોનાના 19 કેસ સામે આવતા રહિશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેથી લોકોને ઘરમાં રહેવા,સાવચેતી રાખવા અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. વધી રહેલા કેસને જોતા અમદાવાદમાં 57 કલાકનો કફર્યું પણ લગાડવામાં આવ્યો હતો. જો કે, કફર્યુ હોવા છતા શહેરમાં કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

થોડાક મહિનાઓ જમાલપુરમાં કોરોના કહેર જોવા મળ્યો હતો જેમાં કાઝીના ઢાબામાં દિવસના અઢળક કેસ આવતા હતો. ત્યારે આજે વ્હોરવાડામાં સાગમટે 19 કેસ સામે આવતા આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ સોસાયટીમાં 80 જણા કોરોના પોઝિટિવ

અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1500 બેડ ખાલી

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સ્થિતિની સમીક્ષા કરવા માટે અધીક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. South Bopal Corona

આ બેઠકમાં બાદ સામે આવેલી પ્રેસ રિલીઝમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ કોરોના દર્દીઓ માટે ખાલી છે. આથી શહેરીજનોએ ગભરાવવાની જરૂરત નથી.

ખાનગી હોસ્પિટલો કૃત્રિમ અછત ઉભી કરી રહી છે

કેટલીક ખાનગી હોસ્પિટલો ગોરખધંધા આચરીને દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય, તો પણ ખાલી પથારીઓ ભરીને બેડની કુત્રિમ અછત ઉભી કરી રહી છે. આવી હોસ્પિટલોના નામો AMCને જાણવા મળ્યા છે. આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં કુત્રિમ રીતે ઉભી કરેલી પથારીની અછત સહન નહીં કરવામાં આવે. આ ઉપરાંત શહેરની વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)